Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ડોકટર અને આરોગ્‍ય સેવાઓ ગ્રાહક કાયદાની બહાર નથી : ફરિયાદ કરી શકાય છે

સુપ્રિમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્‍હી,તા. ૩૦: સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડોકટરો અને આરોગ્‍ય સેવાઓને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ના દાયરામાં રાખવામાં આવી નથી. સર્વોચ્‍ચ અદાલતે આ સંબંધમાં બોમ્‍બે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા મેડીકો લીગલ એક્‍શન ગ્રુપની અરજીને ફગાવી દીધી હતી.

જસ્‍ટિસ ડીવાય ચંદ્રચુડ અને હિમા કોહલીની ખંડપીઠે શુક્રવારે જણાવ્‍યું હતું કે, માત્ર ૨૦૧૯ના કાયદા દ્વારા ૧૯૮૬ના કાયદાને બાજુ પર મૂકીને, ડોકટરો દ્વારા દર્દીઓને આપવામાં આવતી આરોગ્‍ય સંભાળ સેવાઓને ‘સેવા' શબ્‍દની વ્‍યાખ્‍યામાંથી બહાર કાઢવામાં આવશે નહીં. અરજદારની દલીલ એવી હતી કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ હેઠળ ડોકટરો સામે ગ્રાહક ફરિયાદો દાખલ કરી શકાતી નથી. બોમ્‍બે હાઈકોર્ટે ઓક્‍ટોબર ૨૦૨૧માં અરજી ફગાવી દીધી હતી.

અરજીમાં બિલ રજૂ કરતી વખતે કેન્‍દ્રીય મંત્રીના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે મંત્રીએ કહ્યું હતું કે, આરોગ્‍ય સેવાઓ બિલ હેઠળ આવરી લેવામાં આવતી નથી. બેન્‍ચે કહ્યું કે, મંત્રીનું નિવેદન કાયદાના દાયરાને સીમિત કરી શકે નહીં.

અરજદારે દલીલ કરી હતી કે ૧૯૮૬ના કાયદામાં ‘સેવાઓ' વ્‍યાખ્‍યામાં હેલ્‍થકેરનો ઉલ્લેખ નથી. તેને નવા કાયદા હેઠળ સમાવવાની દરખાસ્‍ત કરવામાં આવી હતી. આખરે દૂર કરવામાં આવી હતી. આ અંગે જસ્‍ટિસ ચંદ્રચુડે કહ્યું કે, એક્‍ટમાં ‘સેવા' વ્‍યાખ્‍યા વ્‍યાપક છે. જો સંસદ તેને બહાર કાઢવા માંગતી હોત તો તેણે સ્‍પષ્ટ કહ્યું હોત.

કેન્‍દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્‍યું કે CBIએ ૨૦૦૨માં તત્‍કાલિન સરકાર દ્વારા હિન્‍દુસ્‍તાન ઝિંક લિમિટેડ (HZL)ના ૨૬ ટકા હિસ્‍સાના વેચાણના કેસમાં FIR નોંધી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્‍ટિસ ડીવાય ચંદ્રચુડ અને હિમા કોહલીની ખંડપીઠને જણાવ્‍યું કે સીબીઆઈએ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરી છે.

ત્‍યારબાદ ખંડપીઠે મહેતાને આ મામલે નવો સ્‍ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્‍યો હતો. આ મામલાની આગામી સુનાવણી ઉનાળાના વેકેશન બાદ થશે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૧૮ નવેમ્‍બરે આ મામલાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્‍યો હતો.

સર્વોચ્‍ચ અદાલતનો આદેશ વેચાણના લગભગ બે દાયકા પછી આવ્‍યો છે. ૨૦૦૨માં, તત્‍કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની પ્રથમ NDA સરકારે HZLનો ૨૬ ટકા હિસ્‍સો વ્‍યૂહાત્‍મક ભાગીદાર SOVLને વેચ્‍યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને એફઆઈઆર નોંધીને આ કેસમાં કથિત ગેરરીતિઓની તપાસ કરવાનો આદેશ આપ્‍યો હતો

(10:35 am IST)