Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અબ્બાસ નકવીએ કહ્યું- બળજબરીથી ધર્માંતરણ એ ભારતમાં કોઈપણ ધર્મના પ્રસારનું માપ ન હોઈ શકે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું ભારતમાં તમામ વર્ગને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે અને તે સંવિધાન દ્વારા અપાયેલો હોઈ પુર્ણત: સુરક્ષિત છે. પરંતુ કોઇને બળજબરીથી ધર્માંતરણ કરાવવાનો અધિકાર નથી.

નવી દિલ્હી : કેન્દ્રીય લઘુમતિ-મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ યુરોપીય સંઘ (EU) નાં પ્રતિનિધિ મંડળને સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતમાં તમામ વર્ગને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે અને તે સંવિધાન દ્વારા અપાયેલો હોઈ પુર્ણત: સુરક્ષિત છે. પરંતુ કોઇને બળજબરીથી ધર્માંતરણ કરાવવાનો અધિકાર નથી.

યુરોપીય સંઘના માનવ-અધિકાર અંગેનાં પ્રતિનિધિ મંડળના વડા ઇમોન ગિબ્મોર સહિત છ સભ્યોનાં પ્રતિનિધિ મંડળે ગુરૂવારે નકવીની મુલાકાત લીધી હતી. તેમને સંબોધન કરતાં, નકવીએ કહ્યું : ‘કેટલાક લોકો, વડાપ્રધાન મોદી વિરૂદ્ધ એજન્ડા ચલાવે છે, અને ઇસ્લામી ફોબિયાનું ભૂત ઊભું કરે છે. પરંતુ તેઓ ૨૦૧૪ની ભેદભાવની તે ઘટના નથી કહેતા કે જેમાં ક્ષુલ્લક નાની-મોટી અથડામણોને કોમી રંગ આપવાની નિરર્થક કોશિશ કરાઈ હતી

નકવીએ વધુમાં કહ્યું હતું કે લઘુમતિનાં ૫ કરોડ અને ૨૦ લાખ વિદ્યાર્થીઓને શિષ્ય વૃત્તિ આપવામાં આવી હતી. ૨૦૧૪માં સરકારી નોકરીઓમાં માત્ર ૪ ટકા જ લઘુમતિઓ હતા. તેમની સંખ્યા વધીને ૧૦ ટકા થઇ છે.’

 

(11:54 pm IST)