Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સ્વતંત્રતા સંગ્રામ અને સ્વતંત્રતા બાદના યુગમાં યોગદાન માટે આખો દેશ શિખ સમુદાયનો આભારી : પીએમ મોદી

પીએમ મોદી દેશને કર્યું સંબોધન: પીએમ મોદીના નિવાસ સ્થાને શિખ સમુદાયે કરી મુલાકાત ફોટો modi

નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદીએ પોતાના  નિવાસ સ્થાન પર શિખ સમુદાયના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દેશને પણ સંબોધન કર્યું હતું. સંબોધનના અંતમાં પીએમ મોદીએ કહ્યું કે, આ પીએમ આવાસ છે, કંઈ મોદીનું ઘર નથી. પીએમ મોદીએ કહ્યું હતું કે  સ્વતંત્રતા સંગ્રામ અને સ્વતંત્રતા બાદના યુગમાં તેમનું યોગદાન માટે આખો દેશ શિખ સમુદાયનો આભારી છે

પીએમ મોદી બોલ્યા કે, ગુરૂદ્વારોમાં જવાનું, સેવામાં સમય આપવો, લંગરમાં ભાગ લેવો, શિખ પરિવારને ઘરે રહેવું, આ મારા જીવનનો ભાગ રહ્યો છે. અહીં પ્રધાનમંત્રી આવાસમાં પણ સમય સમયે શિખ સંતો પાવન પગલા પાડે છે. તેમની સંગતનું સૌભાગ્ય મને મળતું રહે છે. 

શિખ સમુદાયને સંબોધન કરતા તેમણે કહ્યું કે, આ કાળખંડમાં આપણે દુનિયાના સૌથી મોટા સ્ટાર્ટઅપ Ecosystemsમાંથી એક બનીને ઉભરી રહ્યા છીએ, આપણા Unicornsની સંખ્યા સતત વધી રહી છે. ભારતનું આ વધતું કદ આ વધતી શાખ, તેનાથી સૌથી વધારે કોઈનું માથું ઉંચું થયું છે તો તે છે ડાયસ્પોરાનું . 

આપણા ગુરૂઓએ સાહસ અને સેવાની શિખામણ આપી છે. દુનિયાના અલગ અલગ ભાગમાં કોઈ પણ સંસાધન વગર આપણા ભારતના લોકો ગયા અને પોતાના શ્રમથી સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા, આ જ સ્પિરિટ આજે નવા ભારતનું પણ છે.

 

 

(9:35 pm IST)