Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ચીનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત: કોવિડ પ્રતિબંધોના કારણે ચીન જઈ શક્યા નથી

પ્રતિબંધોની વચ્ચે ક્યા નિયમો અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓને ચીન પાછા ફરી શકે છે અને પોતાના અભ્યાસ ચાલું રાખી શકે છે

  • નવી દિલ્હી :કોરોના મહામારી બાદ સમગ્ર દુનિયામાં વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રભાવિત થયા છે. તેનાથી સૌથી વધારે પ્રભાવિત વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ થયા છે. આ તમામની વચ્ચે કોવિડ પ્રતિબંધોના કારણે ચીનમાં અભ્યાસ માટે પાછા નહીં જતાં  વિદ્યાર્થીઓને વિદેશ મંત્રાલયે મોટી રાહત આપી છે. 
  •   દૂતાવાસે જણાવ્યું છે કે, 25 માર્ચના રોજ વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યીની મીટિંગ બાદ હવે ચીને ભારતીય વિદ્યાર્થીઓને પાછા બોલાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બેઈઝીંગમાં આવેલા ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી છે. ભારતીય વિદેશ મંત્રાલય આવા વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર રાખે, જે કોવિડ બાદ ચીનમાં લાગેલા પ્રતિબંધોના કારણે ત્યાં પાછા જઈ શક્યા નથી. ખાસ કરીને મેડિકલના વિદ્યાર્થીઓ, જે પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા
  • આવા ભારતીય વિદ્યાર્થીઓએ પોતાની જાણકારી ભારતીય દૂતાવાસને શેર કરવાની રહેશે, જેથી ચેને ચીન સરકાર સાથે શેર કરી શકાય. જેના પર નિર્ણય થઈ શકે કે, કોવિડ પ્રતિબંધોની વચ્ચે ક્યા નિયમો અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓને ચીન પાછા ફરી શકે છે અને પોતાના અભ્યાસ ચાલું રાખી શકે છે.

    કોવીડ પ્રતિબંધોના કારણે લગભગ 20-22 હજાર વિદ્યાર્થીઓ ચીન પાછા જઈ શક્યા નથી. તેઓના મેડિકલ ક્લાસિસ ઓનલાઈન ચાલી રહ્યા છે. પણ ગત મહિને યુજીસીએ મેડિકલના વિદ્યાર્થીઓને સચેત કર્યા હતા. UGCએ કહ્યું હતું કે, જો આપ મેડિકલનો અભ્યાસ ઓનલાઈન ચાલું રાખશો, તો આપની ડિગ્રીને ભારતમાં માન્યતા નહીં મળે.

  • UGCના આ પ્રકારના નિર્ણય બાદ દેશના અલગ અલગ ભાગમાંથી મેડિકલના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યા હતા. આજે શુક્રવારે પણ વિદ્યાર્થીઓ દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પણ ચીન દ્વારા આપવામાં આવેલી ઢીલાસના કારણે વિદ્યાર્થીઓને ચોક્કસપણે રાહત મળશે.
   
(9:16 pm IST)