Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

IPL માં કે એલ રાહુલે રચ્યો ઇતિહાસ :સૌથી વધુ સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી બન્યો

રાહુલે મુંબઈ સામે સદી નોંધાવી અનોખો રેકોર્ડ બનાવ્યો:આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ સામે 8 વખત સૌથી વધુ 50 થી વધુ સ્કોર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો

IPL 2022 ની 37 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ મુંબઈના સુકાની રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે મુંબઈને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌના સુકાની કેએલ રાહુલે આ મેચમાં અણનમ 103 રનની ઇનિંગ રમી હતી.

આઈપીએલમાં કેએલ રાહુલની આ ચોથી સદી છે. આવું કરનાર તે બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.

અત્યાર સુધી વિરાટ કોહલી IPL માં 5 સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આઈપીએલમાં સૌથી વધુ સદી ક્રિસ ગેલ (6) ના નામે છે. જો ઓવરઓલ રેકોર્ડ જોવામાં આવે તો તે આવું કરનાર આઈપીએલ ઈતિહાસનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. રાહુલે મુંબઈ સામે 62 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય લખનૌનો કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો ન હતો. રાહુલે પોતે ઈનિંગ્સને સંભાળી અને મોટા સ્કોર સુધી પહોંચી ગયો.

રાહુલે મુંબઈ સામે સદી નોંધાવી અનોખો રેકોર્ડ બનાવ્યો છે. કેએલ રાહુલ આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ સામે 8 વખત સૌથી વધુ 50 થી વધુ સ્કોર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે સુરેશ રૈનાને પાછળ છોડી દીધો છે. તેના નામે 7 વખત મુંબઈ સામે 50થી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો હતો. ખાસ વાત એ છે કે અત્યાર સુધી કેએલ રાહુલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 સદી ફટકારી છે. રાહુલે આ ટીમ સામે આઈપીએલમાં પ્રથમ સદી પણ ફટકારી હતી. મુંબઈ સામે રાહુલના બેટથી ઘણા રન બનાવ્યા છે અને તેણે આ મેચમાં પણ આ લય જાળવીને ઈતિહાસ રચ્યો હતો.

સુકાની કેએલ રાહુલની શાનદાર બેટિંગને કારણે લખનૌ સુપર જાયન્ટ્સે અહીંના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022 ની 37 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 169 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. લખનૌએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. ટીમ માટે સુકાની રાહુલ અને મનીષ પાંડે વચ્ચે 47 બોલમાં 58 રનની ભાગીદારી નોંધાઈ હતી. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડ અને રિલે મેરેડિથે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ અને ડેનિયલ સેમસે 1-1 વિકેટ લીધી હતી.

 

 

(11:53 pm IST)