Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વોટ્‍સએપના હાલ SMS જેવા : સ્‍પેમ મેસેજથી ૯૫% યૂઝર પરેશાન

૭૫%થી વધુ એંડ્રોયડ અને આઈઓએસના લોકેશન કેમેરા અને પ્રાઈવેટ ફોટો જ સુધી પહોંચી રહ્યા છે : થર્ડ પાર્ટી એપ્‍સને થાય છે શેર : રિપોર્ટમાં ચોકાવનારો સર્વે ભારતમાં વોટસએપના સૌથી વધુ યૂઝર

નવી દિલ્‍હી તા. ૩૦ : જો તમને તમારા મોબાઈલ પર કોઈ કંપની તરફથી ઇનબોક્‍સ મેસેજ આવે છે, તો તમે તેને ગંભીરતાથી લેતા નથી. કારણ કે તમે જાણો છો કે આ એક પ્રમોશનલ મેસેજ છે. પરંતુ આ જ રીતે જો વોટ્‍સએપ પર મેસેજ આવવા લાગે તો ચિંતાનો વિષય છે. આ એટલા માટે છે કારણ કે વોટ્‍સએપ લોકોના જીવનમાં ખાનગી સ્‍થાન ધરાવે છે. ઘણી વખત યૂઝર્સના વોટ્‍સએપ પર ગ્રીન ટિકવાળા બ્રાન્‍ડ્‍સના મેસેજ આવે છે. આ વોટ્‍સએપની નવી બિઝનેસ ફોર્મ્‍યુલા છે જેનાથી કંપની મોટી કમાણી કરે છે પરંતુ યુઝર્સ માટે તે સ્‍પામથી વધુ કંઈ નથી.

વોટ્‍સએપ દ્વારા અપનાવવામાં આવેલી આ નવી બિઝનેસ પોલિસીને કારણે લગભગ ૯૫ ટકા યુઝર્સ દરરોજ સ્‍પામનો ભોગ બને છે. વોટ્‍સએપ સોશિયલ મેસેજિંગ સાઈટને બદલે વર્ચ્‍યુઅલ શોપિંગ કોમ્‍પ્‍લેક્‍સમાં ફેરવાઈ રહ્યું છે તેના પર ઘણા યુઝર્સે નારાજગી વ્‍યક્‍ત કરી છે. લોકલસર્કલ દ્વારા ગત વર્ષે કરવામાં આવેલા એક સર્વે મુજબ, ૯૫ ટકા વોટ્‍સએપ યુઝર્સ રોજના ધોરણે સ્‍પામ મેસેજ મેળવે છે. આ સર્વેમાં ૧૧,૦૦૦ ભારતીયોને આવરી લેવામાં આવ્‍યા હતા, જેમાંથી ૪૪ ટકા લોકોએ સ્‍વીકાર્યું હતું કે તેઓ દરરોજ એકથી ત્રણ સ્‍પામ મેસેજ મેળવે છે. તે જ સમયે, ૨૨ ટકા ભારતીય વપરાશકર્તાઓએ કહ્યું કે તેઓને દિવસમાં ૮ કે તેથી વધુ સ્‍પામ સંદેશા મળે છે.EaseMyTripના સહ-સ્‍થાપક રિકાન્‍ત પિટ્ટીનું કહેવું છે કે વોટ્‍સએપ સ્‍પામિંગ એક ગંભીર સમસ્‍યા છે અને તે સમય સાથે વધી રહી છે. મારા મતે વ્‍હોટ્‍સએપને જલ્‍દી જ આ પડકારનો સામનો કરવો પડશે. તેમણે વધુમાં કહ્યું કે એવી અપેક્ષા છે કે ટ્રાઈ ટેલિકોમ અને વોટ્‍સએપ સાથે મળીને ટૂંક સમયમાં ઉકેલ લાવશે.

વોટ્‍સએપ આ નવું અપડેટ ૨૦૧૮માં લાવ્‍યું હતું, જયારે તેણે વોટ્‍સએપ બીજનેસ લોન્‍ચ કર્યું હતું. આ અપડેટ બ્રાન્‍ડ્‍સને વોટ્‍સએપ પર ગ્રાહકો સાથે સીધા જ કનેક્‍ટ થવા દે છે. આ અપડેટ પછી વોટ્‍સએપ તમામ બ્રાન્‍ડની ફેવરિટ બની ગયું છે. ફેસબુક અને વોટ્‍સએપ જેવી સોશિયલ સાઇટ્‍સ માટે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર છે. વોટ્‍સએપના વિશ્વભરમાં ૫૦ મિલિયન યુઝર્સ છે, જેમાંથી ૧૫ મિલિયન યુઝર્સ ભારતીય છે. ફેસબુકએ ૨૦૧૪માં વિશ્વનું સૌથી મોટું મેસેજિંગ પ્‍લેટફોર્મ વોટ્‍સએપને ઼૧૬ બિલિયનમાં ખરીદ્યું હતું.

ગયા વર્ષે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક ઈવેન્‍ટમાં વોટ્‍સએપની પ્રશંસા કરી હતી. તેમણે વોટ્‍સએપ પર મેસેજિંગ બિઝનેસને ‘મુખ્‍ય મુદ્રીકરણની તક' તરીકે વર્ણવ્‍યું હતું. તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં કંપની તેમાં વધુ રોકાણ કરશે.

(4:07 pm IST)