Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વડાપ્રધાન મોદી પર BBCની ડોક્‍યુમેન્‍ટ્રી પર સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે સુનાવણી કરશે

ડોક્‍યુમેન્‍ટ્રી પર પ્રતિબંધ મામલે કોર્ટમાં અરજી

નવી દિલ્‍હી તા. ૩૦ : BBCની ડોક્‍યુમેન્‍ટરી પર પ્રતિબંધ લગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્‍યો છે. બીબીસી ડોક્‍યુમેન્‍ટ્રી પર પ્રતિબંધ મુકવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં ડોક્‍યુમેન્‍ટ્રી પર પ્રતિબંધ લગાવવાના કેન્‍દ્ર સરકારના નિર્ણયને પડકારવામાં આવ્‍યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે ૬ ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.અરજી કરનાર વકીલ એમએલ શર્માએ જલ્‍દી સુનાવણીની માંગ કરી હતી, પરંતુ CJI ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે સુનાવણી ૬ ફેબ્રુઆરીએ થશે. આ અરજીમાં ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો અને તેનાથી આગળના સંજોગો પર બનેલી વિવાદાસ્‍પદ બે ભાગની બીબીસી ડોક્‍યુમેન્‍ટ્રી ‘ઈન્‍ડિયાઃ ધ મોદી ક્‍વેヘન'પર પ્રતિબંધ મૂકવાના કેન્‍દ્ર સરકારના આદેશને પડકારવામાં આવ્‍યો છે. અરજદારે આ ડોક્‍યુમેન્‍ટરી પર ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી ૨૧ જાન્‍યુઆરી ૨૦૨૩માં જાહેર આદેશને મનસ્‍વી, દુર્ભાગ્‍યપૂર્ણ અને ગેરબંધારણીય ગણાવીને રદ કરવાની માંગણી કરી છે.

અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે દેશભરમાં વિવાદનું મૂળ બની ગયેલી આ BBC ડોક્‍યુમેન્‍ટરીના બંને ભાગો તેમાં હાજર સામગ્રીની હકીકત આધારિત સંપૂર્ણ તપાસ માટે કોર્ટને મોકલવામાં આવે. આ પછી, કોર્ટે ૨૦૦૨ના ગુજરાત રમખાણો માટે પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવો જોઈએ.

કોર્ટે નક્કી કરવું જોઈએ કે શું દેશના નાગરિકોને બંધારણની કલમ ૧૯ (૧) (૨) હેઠળ આપવામાં આવેલા અભિવ્‍યક્‍તિના અધિકાર હેઠળ ૨૦૦૨ના ગુજરાત રમખાણો અંગેના સમાચાર, તથ્‍યો અને અહેવાલો જોવાનો અધિકાર છે? શું કેન્‍દ્ર સરકાર પ્રેસની સ્‍વતંત્રતા અને અભિવ્‍યક્‍તિના મૂળભૂત અધિકાર પર અંકુશ લગાવી શકે છે? શું રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્‍છેદ ૩૫૨ ને લાગુ કરતી કટોકટી જાહેર કર્યા વિના કેન્‍દ્ર સરકાર કટોકટીની જોગવાઈઓ લાગુ કરી શકે છે? અરજીમાં એવો દાવો કરવામાં આવ્‍યો છે કે બીબીસી ડોક્‍યુમેન્‍ટ્રીમાં આવા રેકોર્ડ કરેલા તથ્‍યો અને પુરાવા છે, જેનો ઉપયોગ પીડિતોને ન્‍યાય અપાવવા માટે કરી શકાય છે.(

(3:59 pm IST)