Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

બ્રિટનમાં ઓફિસના કલાકો દરમ્‍યાન ૫૦ ટકા લોકો કરે છે મૅસ્‍ટરબેશન

વર્ક ફ્રૉમ હોમ વખતે હૃદયરોગના હુમલાની શકયતા અંદાજે ૫૦ ટકા કરતાં વધુ લોકોમાં હતી

લંડન, તા. ર૯ : બ્રિટનની સેક્‍સ્‍યુઅલ વેલનેસ બ્રૅન્‍ડ લવહની દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ બ્રિટનના અંદાજે ૫૦ ટકા લોકો કામના કલાકો દરમ્‍યાન હસ્‍તમૈથુન કરે છે, જે પૈકી ૬૮ ટકા લોકોએ કામુકતાને કારણે આવું કરતા હોવાનું કબૂલ્‍યું છે, તો કેટલાક લોકોએ તાણમાંથી રાહત મેળવવા તો કેટલાકે રોમાંચ માટે આવું કરતા હોવાનું કબૂલ્‍યું હતું.

મહિલા કરતાં પુરુષો ઑફિસના કલાકો દરમ્‍યાન સંભોગ કરવાનું પસંદ કરતા હતા. વર્ક ફ્રૉમ હોમ વખતે હૃદયરોગના હુમલાની શકયતા અંદાજે ૫૦ ટકા કરતાં વધુ લોકોમાં હતી. સર્વેમાં ૩૮ ટકા લોકોએ સ્‍વીકાર્યું હતું કે તેઓ ઑફિસ સમય દરમ્‍યાન સેક્‍સ કરવાનું પસંદ કરતા હતા, કારણ કે આ સમયગાળા દરમ્‍યાન તેઓ કામુકતા અનુભવતા હતા. ૩૫ ટકા લોકોએ સ્‍વીકાર્યું કે જોખમનું તત્ત્વ વધારે હોવાથી તેઓ ઑફિસના સમયગાળા દરમ્‍યાન હસ્‍તમૈથુન કરવાનું પસંદ કરે છે. વળી ઑફિસના કલાકો દરમ્‍યાન હસ્‍તમૈથુન કરવું પુરુષો કરતાંસ્ત્રીઓને વધુ ગમતું હતું, કારણ કે એમાં રોમાંચ હતો એવું ૩૯ ટકા મહિલાઓએ સ્‍વીકાર્યું હતું.

(4:26 pm IST)