Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

‘મોતના સોદાગર' બાદ હવે મોદીને ‘રાવણ' કહ્યા

ફરી જુની ભુલ કરી કોંગ્રેસે : કોંગ્રેસ અધ્‍યક્ષ ખડગેએ મોદીની સરખામણી રાવણ સાથે કરતાં પુછયું કે શું તેમને ૧૦૦ માથા છે ? ભાજપનો વળતો પ્રહાર... પ્રજા જવાબ આપશે

નવી દિલ્‍હી, તા.૨૯: ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાનનું કાઉન્‍ટડાઉન શરૂ થયુ છે ત્‍યારે દર વખતની જેમ કોંગ્રેસે ફરી એક વખત ભુલ દોહરાવી છે. અગાઉની ચૂંટણીઓ વખતે વડાપ્રધાન મોદીને મોતના સોદાગર' કહેવાની ભુલ કોંગ્રેસને ભારે પડી હતી તેમાંથી બોધપાઠ લીધા વગર કોંગ્રેસે વડાપ્રધાન ઉપર પ્રહાર કરવામાં ફરી એક વખત ભુલ કરી છે. આ વખતે કોંગ્રેસના અધ્‍યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીની તુલના રાવણ' સાથે કરતા ભારે વિવાદ ઉભો થયો છે. ભાજપના નેતાઓ આક્રમક બની આ નિવેદનને વખોડી પ્રજા ચૂંટણીમાં જવાબ આપશે તેમ જણાવ્‍યુ છે. અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્‍ત્રીએ ઔકાત' શબ્‍દ વાપરતા મોદીએ તેનો દરેક સભામાં ઉલ્લેખ કરી જડબાતોડ જવાબ આપ્‍યો હતો.

કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ અમદાવાદના દાણીલીમડામાં ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદી અંગે વિવાદિત નિવેદન આપ્‍યું. મલ્લિકાર્જન ખડગેએ પીએમ મોદીને રાવણ સાથે સરખાવ્‍યાં. મલ્લિકાર્જૂને ભાષણ દરમિયાન જણાવ્‍યુંકે, તમે તો પ્રધાનમંત્રી છો, તમને જે કામ મળ્‍યું છે એ કરવું જોઈએ. હંમેશા જુઠુ બોલો છો. તમારો ચહેરો જોઈને બધી ચૂંટણીઓમાં પબ્‍લિક તમને વોટ શું કામ આપે. રાવણની જેમ શું તમારા ૧૦૦ મુખ છે. કે તમારે કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બધી ચૂંટણીમાં મોદીજી તમારો ચહેરો જોઈને જ લોકો ભાજપને વોટ આપે. ગુજરાતે ભાજપને જીતાડવાનું નક્કી કર્યું હોત તો PMએ ન આવવું પડતું. PM જુઠ બોલનારના બાદશાહ, જુઠ પર જુઠ બોલે છે. રાજસ્‍થાનના સીએમ અને કોંગ્રેસના સિનિયર લીડર અશોક ગેહલોત અને રઘુ શર્મા પણ આ સભામાં હતા હાજર હતાં.

ભાજપના આઈટી સેલના ઈન્‍ચાર્જ અમિત માલવિયાએ ટ્‍વીટ કરી કહ્યું, આ ગુજરાતનું અપમાન છે. કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્‍ટ મલ્લિકાર્જૂન ખડગે અમદાવાદના દાણીલીમડામાં ચૂંટણી સભા કરે છે અને સભા દરમિયાન ભાષા પરથી પોતાનો કંટ્રોલ ગુમાવી બેસે છે. તેમણે પ્રધાનમંત્રી મોદીની રાવણ સાથે તુલના કરી છે અને આ વાતએ ગુજરાતનું અપમાન છે. આ વાતએ ગુજરાતના દિકરાનું અપમાન છે. આ પહેલાં પણ કોંગ્રેસે પીએમ મોદીને મૌતના સોદાગર કહ્યાં હતાં. કોંગ્રેસ સતત ગુજરાત અને ગુજરાતના દિકરાનું અપમાન કરતી આવી છે. જનતા તેને જવાબ આપશે.

કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા પવન ખેરાએ  પત્રકાર પરિષદ કરીને જણાવ્‍યુંકે, મોદીજી અને ભાજપના નેતાઓ કોંગ્રેસના સિનિયર નેતાઓ, નહેરુજી અને ઈન્‍દિરા ગાંધીનું પણ અપમાન કરે છે. તમે અમારી નેતાને સુરપંખા કહો છો તો અમે સહન કરીએ પણ અમે જવાબ ન આપીએ એવું કઈ રીતે બને. તમે કિચળ ઉછાળશો તો જવાબ તો તમને પણ મળશે.

આ પહેલીવાર નથી જયારે કોંગ્રેસના કોઈ નેતાએ પીએમ મોદી વિરૂદ્ધ નિવેદન આપ્‍યું હોય. આ પહેલા પણ પીએમ મોદીને મોતના વેપારી' અને ચા વેચનાર' જેવા સંબોધનથી બોલાવવામાં આવ્‍યા છે. એવા ઘણા નેતાઓ છે જેમણે પીએમ મોદી વિરૂદ્ધ વિવાદાસ્‍પદ નિવેદન આપતી વખતે પોતાનો અભિપ્રાય આપ્‍યો હતો.

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભાજપના પ્રવક્‍તા સંબિત પાત્રાએ કહ્યું, ‘કોંગ્રેસે પીએમનું અપમાન કર્યું છે. ગુજરાતના પુત્રનું અપમાન થયું છે, સોનિયા ગાંધીએ પીએમને મોતના સોદાગર કહ્યા હતા. જયારે પીએમ મોદીએ આતંકવાદની સ્‍થિતિ દર્શાવી હતી. કોંગ્રેસની દુર્વ્‍યવહારની સંપૂર્ણ યાદી સામે છે. તમે પીએમને રાવણ કેવી રીતે કહી શકો.

પીએમ મોદી વિરૂદ્ધ આ પહેલા ક્‍યારે અને કેટલા વિવાદાસ્‍પદ નિવેદનો આપવામાં આવ્‍યા હતા. જો કે, આવા નિવેદનો કોંગ્રેસ પાર્ટી માટે વળતી આગનું કામ કરે છે.

૨૦૦૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોનિયા ગાંધીએ મોદીને મોતના વેપારી' કહ્યા હતા. પરિણામ- કોંગ્રેસ ચૂંટણી હારી, ૫૯ બેઠકો મળી.

તે જ સમયે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મણિશંકર અય્‍યરે મોદીને ચાયવાલા' કહ્યા હતા. પરિણામ- ચૂંટણીમાં હાર, માત્ર ૪૪ બેઠકો મળી.

યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૧૭માં રાહુલે મોદી પર ખૂન કી દલાલી'નો આરોપ લગાવ્‍યો હતો. પરિણામ- કોંગ્રેસને માત્ર ૭ બેઠકો મળી.

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ' કહ્યું હતું. પરિણામ- કોંગ્રેસ ચૂંટણી હારી, માત્ર ૫૨ બેઠકો મળી.

સંજય નિરુપમ : ઓક્‍ટોબર ૨૦૧૪- લોકોએ દેશનું સંચાલન વાનરો'ના હાથમાં આપી દીધું છે.

 

કોંગ્રેસમાં ક્‍યારે અને કોણે શું કહ્યું ?

સોનિયા ગાંધી : ૨૦૦૭ ગુજરાત ચૂંટણી - મોદી જૂઠા, છેતરપિંડી, મૃત્‍યુના વેપારી છે

પ્રિયંકા વાડ્રા : ૬ મે, ૨૦૧૪- મોદીએ મારા પિતાનું અપમાન કર્યું, અમેઠીના બૂથ કાર્યકરો નીચ' રાજકારણનો જવાબ આપશે.

રાહુલ ગાંધી : ૬ ઓક્‍ટોબર, ૨૦૧૬- વડાપ્રધાન તમે શહીદોના લોહીની દલાલી કરી રહ્યા છો.

રાહુલ ગાંધી : ૨૦ સપ્‍ટેમ્‍બર ૨૦૧૮ - દરેક ગલીમાં અવાજ છે, ભારતનો ચોકીદાર ચોર છે.

મલ્લિકાર્જુન ખડગે : ૨૮ નવેમ્‍બર ૨૦૨૨- શું પીએમ મોદી પાસે રાવણ જેવા ૧૦૦ ચહેરા છે?

મધુસૂદન મિષાી : ૧૨ નવેમ્‍બર ૨૦૨૨- મોદીને ગુજરાતમાં તેમની ઔકાત બતાવી દઇશુ.

સંજય નિરૂપમ : ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૧૮- સ્‍કૂલ-કોલેજમાં ભણતા બાળકોને મોદી જેવા અભણ-બૂર વિશે જાણીને શું મળશે?

મલ્લિકાર્જુન ખડગે : જુલાઈ ૨૦૧૮- ચાયવાલા (મોદી) પીએમ બન્‍યા કારણ કે અમે લોકશાહી સાચવી હતી.

સિદ્ધારમૈયા : ૨૪ એપ્રિલ ૨૦૧૮- પીએમ મોદી ઉત્તર ભારતમાંથી આયાત કરવામાં આવી રહ્યા છે.

મણિશંકર ઐયર : ૭ ડિસેમ્‍બર, ૨૦૧૭- તે માણસ (મોદી)માં કોઈ સભ્‍યતા નથી, તે નીચ પ્રકારનો છે.

અભિષેક મનુ સિંઘવી : નવેમ્‍બર ૨૦૧૭- ભાજપ અભદ્ર, અભદ્ર નિવેદનોની માતા છે. મોદી પોતે સીરીયલ એબ્‍યુઝર છે.

સલમાન ખુર્શીદ : ૧૭ ઓગસ્‍ટ, ૨૦૧૩- તેમના (મોદી) વિશે શું કહેવું, કૂવામાંથી દેડકો હમણાં જ બહાર આવ્‍યો છે.

મણિશંકર ઐયર : ૨૦૧૪ની ચૂંટણી પહેલા - તેઓ (મોદી) માત્ર ચા વેચી શકે છે. તમે બોલો તો અમે વ્‍યવસ્‍થા કરીશું.

સલમાન ખુર્શીદ : ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૪- તમે (મોદી) માત્ર હત્‍યાના આરોપી નથી. અમે આક્ષેપ કરીએ છીએ કે તમે નપુંસક છો.

ઈમરાન મસૂદ : ૨૮ માર્ચ, ૨૦૧૪- મોદી યુપીને ગુજરાત માને છે, ત્‍યાં ૪૨% મુસ્‍લિમ છે, હું કરીશ.

સંજય નિરુપમ : ઓક્‍ટોબર ૨૦૧૪- લોકોએ દેશનું સંચાલન વાનરો'ના હાથમાં આપી દીધું છે.

(3:14 pm IST)