Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

OLX પર પોસ્ટ મૂકીને એક જ ગાડી ૧૨ વાર વેચી નાખી

નોઈડા પોલીસે આરોપીને દબોચી લીધો : આરોપી ઠગાઈના કેસમાં પેરોલ પર ઓગસ્ટમાં ઉત્તરાખંડ જેલથી છુટ્યો હતો, યુપી અને ઉત્તરાખંડમાં ડઝનેક કેસ છે

નોઇડા, તા. ૨૯ : પોતાના મિત્રની કારને ઓએલએક્સ પર એડ પોસ્ટ કરીને ૧૨ વખત વેચીને છેતરપિંડી કરનાર યુવકની નોઈડા સેક્ટર-૨૨ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી કાર સાથે નકલી આધાર અને પેનકાર્ડ સાથેની રોકડ રકમ મળી આવી છે. પોલીસે કેસ નોંધીને આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.

એસીપી સેકન્ડ રજનીશ વર્માએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ મનોત્મ ત્યાગી ઉર્ફે મનુ ત્યાગી (રહે. તિગરી ગામ) તરીકે થઈ છે. આરોપી મૂળ અમરોહા ગામનો છે. આરોપીના પાસેથી નકલી નંબર પ્લેટની વેગનઆર કાર, બે મોબાઇલ ફોન, બનાવટી પાનકાર્ડ અને બનાવટી આધારકાર્ડ અને ૧૦૭૨૦ રૂપિયા રોકડ મળી આવ્યા છે. એસીપીએ જણાવ્યું હતું કે, ઝડપાયેલી કાર મુરાદાબાદનામાં રહેતા તેના મિત્ર અંકુર ત્યાગીની છે. આરોપી છેતરપિંડીના કેસમાં પેરોલ પર ઓગસ્ટમાં ઉત્તરાખંડ જેલની બહાર આવ્યો હતો. તેની ઉપર યુપી અને ઉત્તરાખંડમાં ડઝનેક કેસ છે. આરોપી વિરૂદ્ધ નોઇડાના પોલીસ સ્ટેશન સેક્ટર -૩૯માં પણ હત્યા અને લૂંટનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે ગુનામાં સામેલ તેનો અન્ય સાથી ઉત્તરાખંડ જેલમાં બંધ છે. આરોપી કોઈપણ વ્યક્તિને સસ્તા ભાવે ગાડી વેચી નાખે છે. કાર વેચતા પહેલા, ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને જીપીએસ લગાડી દેતો હતો, જે ડેટાને એક મહિના માટે રાખે છે. કાર વેચ્યા પછી તે જીપીએસ દ્વારા કારનું લોકેશન ચેક કરીને તક મળતા તરત કાર ચોરી કરીને ફરાર થઈ જતો. પછી કાર બીજા કોઈને વેચી દેતો. તે ગાડીનું રજિસ્ટ્રેશન બીજા વ્યક્તિને નામે ટ્રાન્સફર કરતો નહોતો. આરોપી ૧૨ વખત પોતાના મિત્રની વેગનઆર કાર ચોરી કરીને વેચી ચૂક્યો છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી ટોકન મની લઇને ક્યારેક ખરીદનારને કાગળોની ફોટો કોપી બતાવવાનું તો ક્યારેક મિકેનિકને બતાવવાનું વચન આપીને ભાગી છૂટતો હતો.

સેક્ટર -૧૧૭ સોરખા ગામનો રહેવાસી જીત યાદવ સેક્ટર -૧૨માં કાર બજારના નામે જૂની કારની ખરીદી કરે છે. થોડા મહિના પહેલા આરોપીએ તેને બે લાખ ૭૦ હજાર રૂપિયામાં સ્વીફ્ટ કાર વેચી હતી. પરંતુ કાર તેમના નામે ટ્રાન્સફર કરી નહોતી. તે જ કાર તેમણે ઓએલએક્સ પર વેચવા માટે જોઇ હતી ત્યારે છેતરપિંડીની જાણ થઈ. બાદમાં ફોન કરતા આરોપીનો સંપર્ક થઇ શક્યો ન હતો, ત્યારબાદ તેમણે આરોપી સામે પોલીસ સ્ટેશન સેક્ટર -૨૪માં ગુનો નોંધાવ્યો હતો.

(8:52 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST