Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સાંસદ મનોજ તિવારીના હેલીકોપ્ટરે સંપર્ક ગુમાવ્યો : 40 મિનિટ સુધી ગાયબ :પટનાના ઇમર્જન્સી લેન્ડિંગ

બેતિયામાં સભા સ્થળ પર મનોજ તિવારીના હેલિકોપ્ટર ન ઉતરી શક્યું

પટના :ભાજપના સ્ટાર પ્રચારક અને ફિલ્મ અભિનેતા તથા સાંસદ મનોજ તિવારીના હેલિકોપ્ટરનું ઈમરજેન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું છે. મનોજ તિવારીને ચૂંટણી પ્રચાર માટે બેતિયા જવાનું હતુ. જેના માટે તેઓ સવારે લગભગ 10 વાગે પટનાથી રવાના થયા હતા. પરંતુ બેતિયામાં તેમનું હેલિકોપ્ટ ઉતરી શક્યું નહોંતુ.

   બેતિયામાં સભા સ્થળ પર મનોજ તિવારીના હેલિકોપ્ટર ન ઉતરી શક્યું તેનું કારણ એટીસી સાથે તેનો સંપર્ક તુટી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ રેડિયોની ખરાબીના કારણે આ સ્થિતિ ઉત્પન્ન થઈ જેના કારણે તેનો સંપર્ક કંટ્રોલના લોકો સાથે તુટી ગયો હતો અને હેલિકોપ્ટરની લેન્ડિંગ ન થઈ શકી. આ બાદ મનોજ તિવારીનું હેલિકોપ્ટરે 40 મિનિટ સુધી પટનાના આકાશમાં ચક્કર લગાવ્યા હતા

હેલિકોપ્ટરની ટેક્નિકલ રેડિયો ખરાબીના કારણે આ સ્થિતિ ઉત્પન્ન થઈ જે બાદ કોઈ પણ રીતે પટનામાં તેનુ સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. 40 મિનિટ સુધી ઉડાન ભર્યા બાદ મનોજ તિવારીનું હેલિકોપ્ટર પટના એરપોર્ટ પર પાછુ આવી ગયું જ્યાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. જાણકારી મુજબ હેલિકોપ્ટરે સભા સ્થળની આસપાસ અનેક ચક્કર માર્યા હતા. એ બાદ તેઓ પાછા પટના આવ્યા હતા. પટના એરપોર્ટ પર મનોજ તિવારીના હેલિકોપ્ટરના લેન્ડંગને કારણે ઈમરજન્સીની સ્થિતિ પેદા થઈ હતી. હાલ મનોજ તિવારી પટના એરપોર્ટ પર છે.

(1:10 pm IST)