Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રામ મંદિર માટે રેલ્વે રાજકોટ સહિત દેશભરમાં સ્પેશ્યલ ટ્રેનો દોડાવશે

રાજકોટથી ર૩ નવેમ્બરે ઉપડી ૪ દિવસ બાદ પરત આવશે : તમામ ધાર્મિક સ્થળોએ સ્પે. દર્શન : ભારત દર્શન-રામપથયાત્રા ટ્રેન નામ અપાયું

લખનૌ, તા. ર૭ :  અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલા ભવ્ય મંદિર દેશભરના લાખો-કરોડો શ્રધ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે, શ્રી રામજન્મભૂમિના દર્શન માટેે રેલ્વે પાસે દેશભરના લોકો સ્પેશીયલ ટ્રેનની માંગણી કરી રહ્યા છે.

અને આ માંગણી જોતા રેલ્વેએ દેશભરમાંથી અયોધ્યા માટે ભારત દર્શન ટ્રેન દોડાવવાનું ફાઇનલ કર્યુ છે, આ વર્ષે કોરોના અને માર્ચમાં આવી ગયેલા લોકડાઉનને કારણે રામાયણ યાત્રા શરૂ થઇ ન સકી તે હવે નવેમ્બરથી રેલ્વે નવા સ્વરૂપમાં ટ્રેનો દોડાવશે, આમા રાજકોટને પણ રેલ્વેએ એક ટ્રેન ફાળવી છે, જે ર૩ નવેમ્બર રાજકોટથી ખાસ ઉપડશે અને ૪ દિવસ બાદ પરત ફરશે.

રેલ્વેએ હવે તેનું નામ શ્રી રામ પથ યાત્રા અને રામ જન્મભૂમિ સ્પેશીયલ ટ્રેન રખાયું છે.

શ્રી રામપથ યાત્રા ટુરીસ્ટ ટ્રેન દેશના તમામ રાજધાની વાળા શહેરોની અયોધ્યા સુધી દોડશે અને ભકતો આ ટ્રેન મારફત રાજનગરી પહોંચી શકશે.

અગાઉ આ ટ્રેન ર૮ માર્ચથી દોડવાની હતી અને અયોધ્યા અને ત્યાંથી નેપાલ-રામેશ્વર-કોલંબો સુધી જનાર હતી.

હવે આ રામાયણ યાત્રા ટ્રેનમાં સીતામઢી, જનકપુર, રામેશ્વર અને કોલંબો સ્ટેશન કાઢી નખાયા છે.

શ્રી રામપથ અયોધ્યામાંથી ચિત્રકૂટ પ્રથમ ટ્રેન દહેરાદૂનથી ૧ર ડીસેમ્બરથી દોડશે, શ્રી લખનૌ થઇને અયોધ્યા પહોંચશે, જયાં સરમુકિનારે સાંજની આરતી, વિવિધ મંદિરોની યાત્રા, બીજો દિવસે નંદીગ્રામના દર્શન અને પ્રયાગ જશે.

બીજી ટ્રેન હરિહરગંગે-રામજન્મભૂમિ સ્પેશ્યલ ટ્રેન ગુજરાતના રાજકોટથી ર૩ નવેમ્બરે દોડશે, આ ટ્રેન અયોધ્યા, વારાણસી, પુરી, ગંગાસાગર, ગયા, ઉજજૈન, કોલકતા થઇને ૪ દિવસ પછી પરત ફરશે, આ ટ્રેન દ્વારા પણ ભકતો તમામ ધાર્મિક સ્થળોના દર્શન કરી શકશે.

(12:38 pm IST)