Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કેશુભાઇ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યુ હતું : વિજયભાઇ રૂપાણીએ શ્રધ્ધાંજલી અર્પી

તેમના અવસાનથી આપણે સર્વને મોટી ખોટ પડી છે : ગઢડાના ધોળા ખાતે જાહેર સભામાં સંસ્મરણો વાગોળ્યા

રાજકોટ, તા. ર૯ :  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ઘાંજલી પાઠવી છે

 મુખ્ય મંત્રીશ્રી એ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને  ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા  અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન  કરનારા  સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા

 કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર ને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપા ને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. એમ મુખ્ય મંત્રીશ્રી એ સદગત કેશુભાઈ ના પ્રદાનની સરાહના કરતા જણાવ્યુ હતુ

 મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે કેશુભાઈ ના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું

 શ્રી વિજય ભાઈ રૂપાણીએ સદગત કેશુભાઈના આત્માની પરમ  શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરસભા સંબોધી હતી જેમાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલનું અવસાન થતા શોક વ્યકત કર્યો હતો.

(12:37 pm IST)
  • કેરાળાના પૂર્વ મુખ્ય સચિવની ઈડીએ ધરપકડ કરી: કેરાળાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ અને સસ્પેન્ડ કરાયેલા આઈએએસ ઓફિસર એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી છે. access_time 11:38 am IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST