Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

જમ્મુ કાશ્મીર અને લડાખમાં અમુક ભાગોમાં બરફવર્ષા - વરસાદ પડશે

ઉત્તર ભારતમાં ઠંડી વધશે, તો દ. ભારતમાં ઉત્તર - પૂર્વ ચોમાસાનું આગમન

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થશે તો દક્ષિણ ભારતમાં ઉત્તર - પૂર્વ ચોમાસાનું આગમન થઈ ચૂકયુ છે.

આ વર્ષે દેશમાં ૧૬ મેના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થયુ હતું અને ૨૮ ઓગષ્ટના રોજ વિદાય લીધુ છે. ચોમાસાની વિદાય બાદ ઉત્તર - પૂર્વ ચોમાસાનું આગમન થઈ ગયુ છે. તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે હવે આગામી દિવસોમાં વરસાદી એકટીવીટીનું જોર વધતુ જશે.

મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં વાતાવરણ શુષ્ક જોવા મળશે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી આગામી બે - ત્રણ દિવસ પવન ફૂંકાશે.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી લદાખ અને જમ્મુ કાશ્મીરમાં અમુક સ્થળોએ વરસાદની સંભાવના રહેલી છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાની પણ શકયતા છે.

(11:23 am IST)