Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

દિવાળીના તહેવારોમાં પરંપરાગત મીઠાઇઓનું સ્થાન લઇ રહેલી ચોકલેટ

ચોકલેટના વેચાણમાં ૨૫ ટકાનો વધારો, મીઠાઇના વેચાણમાં ૨૫ થી ૨૦ ટકાનો ઘટાડો

નવી દિલ્હી,તા. ૨૯: દેશભરમાં દરેક તહેવારની સાથે કોઈ ને કોઈ મીઠાઈ જોડાયેલી જ હોય છે પણ સાંપ્રત સ્થિતિમાં પરપરાગત મીઠાઇઓનું સ્થાન ચોકલેટ લઈ રહી છે. અગાઉ દિવાળીમાં કોઈપણના ઘરે 'સાલ મુબારક' કરવા જતા ત્યારે મહેમાનો માટે ટેબલ પર પરપરાગત મીઠાઈઓ મૂકવામાં આવતી હતી. તેના બદલે હવે જુદી- જુદી ફ્લેવરની, હેન્ડ મેડ ચોકલેટ મૂકવામાં આવી રહી છે.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ફૂડ કમિટીના અગ્રણીઓના જણાવ્યા મુજબ પરંપરાગત મીઠાઈઓનું સ્થાન ધીરે-પીરે ચોકલેટ લઈ રહી છે. તેથી મીઠાઇનું વેચાણ ઘટ્યું છે અને ચોકલેટનું વધી રહ્યું છે.

લગભગ એક દાયકાથી ચોકલેટના જવસાય અને ઉત્પાદન સાથે સંકળાયેલા શિલ્યાબેન ભટ્ટના જણાવ્યા મુજબ ચોકલેટની ડિમાન્ડ છેલ્લા વર્ષોથી સતત વધી રહી છે. તેના કારશો જણાવતાં તેમણે કહ્યું કે ચોકલેટ નાના બાળકોથી લઈને વડીલો સૌને ભાવતી વસ્તુ છે. ધીરે-ધીરે ચોકલેટ સુગર-ફ્રી અને સંખ્યાબંધ ફ્લેવરમાં મળતી હોવાથી લોકો તહેવારોમાં ચોકલેટની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. નવા જનરેશન અને યુવાનોમાં હવે જાશે કે મીઠાઈ પ્રત્યેનું આકર્ષણ ધણા સમયથી સતત ઘટી રહ્યું છે ઉપરાંત, મીઠાઈની સરખામણીમાં ચોકલેટ લાંબા સમય સુધી રાખી શકાતી હોય છે અને કંઇક અશે હવે મીઠાઈ કરતાં ચોકલેટ સસ્તી પણ પડ્તી હોવાથી ચોકલેટની માંગ વધી રહી છે. અન્ય નિષ્ણાતોના જણાવા મુજબ છેલ્લા ઘણા સમયથી દિવાળી ટાણે માવો અને અન્ય વસ્તુઓ ની ચકાસણી કરતા તેમાં ધણી વખત હલકી ગુણવત્ત્।ાવાળો માવો પકડાતો હોવાનું કે હલકી ગુણવત્ત્।ાવાળું મટિરિયલ પકડાતું હોવાના બનાવ ધ્યાનમાં આવતા હોવાથી પણ લોકો મીઠાઈનેસ્થાને ચોકલેટ ખાવાનુંપસંદ કરી રહ્યા છે.

બીજી તરફ, ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીના જણાવ્યા મુજબ પરપરાગત મીઠાઈનું અનેરું મહત્ત્વ હોય છે અને તે જતુ અને શારીરિક જરૂરિયાતો મુજબ કામ કરતી હોય છે તેમ છતાં વર્તમાન સમય હવે ધીરે-ધીરે લોકો મીઠાઈ તરફથી ચોકલેટ તરફ ઢળતા જઈ રહ્યા છે. જે રીતે મીઠાઈનું સ્થાન ચોકલેટ લઈ રહી છે તે જોતા ચોકલેટના વેપારમાં ૩૦ ટકાનો વધારો થઈ રહ્યો છે જયારે મીઠાઈના વેચાણમાં રપથી ૩૦ ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

(11:02 am IST)