Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

દરેક નાગરિકને વેકસીન મળશેઃ અર્થતંત્રની ગાડી ફરી પાટે

વડાપ્રધાને કોરોના કાળમાં આપ્યો પ્રથમ ઇન્ટરવ્યુ : કોરોનાનું સંકટ હજુ કાયમ છે : લોકોને સાવધાન રહેવા તાકીદઃ ટીકાકારો સરકારની છબિ ખરાબ કરી રહ્યા છેઃ ભારત રોકાણ માટેનું શ્રેષ્ઠ ડેસ્ટીનેશન : ૫ ટ્રીલીયનની ઇકોનોમી બનવા હજુય તાકાત ધરાવે છે

નવી દિલ્હી,તા. ૨૯:  વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે દેશના દરેક નાગરિકને કોરોનાની વેકસીન મળશે કોઇ પણ વ્યકિત બાકી નહિ રહી જાય. કોરોના સામે આવ્યા બાદ એક અંગ્રેજી અખબારને આપેલ ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતુ કે ભારતની ઇકોનોમી ઝડપથી પાટા પર પાછી ફરી રહી છે. તેમણે ઉમેર્યું હતુ કે રોકાણ માટેનું ભારત શ્રેષ્ઠ ડેસ્ટીનેશન છે. એટલુ જ નહિ ભારત હજુય ૫ ટ્રીલીયન ડોલની ઇકોનોમી બનવાની તાકાત ધરાવે છે.

એક અંગ્રેજી અખબારના એક ઈન્ટર્વ્યૂમાં પીએમે કહ્યું કે દેશની ઈકોનોમી આશા કરતા વધારે ઝડપે પાટે ચઢી રહી છે. હાલામાં સુધારા માટે ઉઠાવવામાં આવેલા પગલા તેના સંકેત આપે છે કે ભારત બજારની તાકાત પર ભરોસો કરે છે. પીએમએ એમ પણ કહ્યું કે ભારતમાં એગ્રીકલ્ચર, એફડીઆઈ, મૈન્યુફેકચરિંગમાં તેજી અને ગાડીઓના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. EPFOમાં વધારે લોકોનું જોડાવું એ દર્શાવે છે કે નોકરીઓમાં ઝડપથી તેજી આવી હતી.

તેમણે કહ્યું કે મેન્યૂફેકચરિંગ સેકટરમાં સુધારાનો એક ભાગ હતો શ્રમ સુધાર. અમે એમ જ કર્યું છે. સમગ્ર વિકાસ ત્યાં સુધી નહીં થાય જયાં સુધી ભારતમાં વર્કફોર્સને ઓપચારિકતાનો લાભ નહીં મળે.' તેમજ તેમણે કહ્યું કે ગત કેટલાક મહિનામાં કરવામાં આવેલા સુધારમાં મેન્યૂફેકચરિંગ અને કૃષિ બન્ને સેકટરમાં વિકાસ દર અને રિર્ટનને વધારવામાં મદદ કરશે.

કોરોના બાદ આર્થિત સ્થિતીમાં દ્યટાડો નોંધાયા બાદ પીએમે કહ્યું કે આપણે આર્થિક સુધારાના રસ્તે છે. સૌથી પહેલા કૃષિમાં જેમ કે મે પહેલા પણ કહ્યું આપણાં ખેડૂતોએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે અને અમે એમએસપીના ઉચ્ચત્ત્।મ સ્તર પર રિકોર્ડ ખરીદી પણ કરી છે. રકોર્ડ ઉત્પાદન અને રેકોર્ડ ખરીદ માટે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ આવક થશે. જે માંગનું ચક્ર હશે. બીજું રેકોર્ડ એફડીઆઈ ફ્લો ભારતના રોકાણકાર દેશ તરીકે બનતી તસ્વીર દર્શાવે છે.

આ વર્ષે મહામારી છતાં આપણે એપ્રિલ ઓગસ્ટ માટે ઼ ૩૫.૭૩ બિલિયનની એફડીઆઈ મળી છે. જે ગત વર્ષની આ સમયાવધીની સરખામણીએ ૧૩ ટકા વધારે છે. ત્રીજું ટ્રેકટરનાં વેચાણની સાથે સાથે ઓટો વેચાણમાં પણ ગત વર્ષના સ્તરે પહોંચી રહ્યુ છે અથવા પાર કરી રહ્યુ છે. આ માંગમાં મજબૂતી વધારાના સંકેત આપે છે. ચોથું મેન્યુફેકચરિંગ સેકટરમાં સતત ભારતને સપ્ટેમ્બરમાં ચીન અને બ્રાઝિલ બાદ પ્રમુખ ઉભરતા બજારોના ૨ મોટા સ્તર ચઢીને ત્રીજા સ્થાન પર લાવવામાં મદદ કરી છે . ઈ વે બિલ અને જીએસટી સંગ્રહ વૃદ્ઘ સારી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, લોકડાઉન જેવી રણનીતિથી ભારતે લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેઓએ કહ્યું કે હજુ પણ વર્ષ ૨૦૨૪ સુધી ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રતિબદ્ઘ છે. વડાપ્રધાને કહ્યું કે ટીકાકારો સરકારની છબિ ખરાબ કરવા માંગે છે.

પીએમ મોદીએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા આશાથી પણ વધુ ઝડપથી પાટા પર પરત ફરી રહી છે. જોકે સુધારવાદી પગલા દુનિયાને સંકેત છે કે નવું ભારત બજારની તાકાતો પર ભરોસો કરે છે. તે રોકાણનું સૌથી મનપસંદ ડેસ્ટીનેશન બનશે. વડાપ્રધાને આ ઇન્ટરવ્યૂમાં ઇકોનીમી, કોવિડ-૧૯, રોકાણ, સુધાર જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી. કોવિડ મહામારી બાદ ઝડપથી બદલાતી દુનિયામાં 'નવા ભારત'ની શું ભૂમિકા હશે તે અંગે પણ તેમણે વાત કરી.

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયા બાદ પીએમ મોદીનો આ પહેલો વિસ્તૃત ઇન્ટરવ્યૂ છે. વડાપ્રધાને મહામારી સામે સરકારે લડેલા જંગ અને દેશની ઇકોનોમી પર ખૂબ જ ભાર મૂકયો. ચીનનું નામ લીધા વગર  તેઓએ કહ્યું કે મહામારી બાદ દુનિયામાં ભારત મેન્યૂફેકચરિંગ અને સપ્લાય ચેઇનની વ્યવસ્થામાં અગ્રણી દેશોમાં સામેલ થશે. ભારત બીજા દેશોની નુકસાનથી ફાયદો ઉઠાવવામાં વિશ્વાસ નથી રાખતો, પરંતુ ભારત પોતાના લોકતંત્ર, જનસંખ્યા અને ઊભી થયેલી ડિમાન્ડથી આ મુકામ હાસલ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, કોરોનાના મામલામાં ભલે દ્યટાડો આવ્યો હતો પરંતુ આપણે તેનાથી ઉજવણી કરવાની જરૂર નથી કારણ કે આપણે નક્કી કરવું પડશે કે આપણે આપણા સંકલ્પ, આપણા વ્યવહારમાં ફેરફાર લાવીશું અને સિસ્ટમને મજબૂત કરીશું. કૃષિ કાયદા પર પીએમ મોદીએ કહ્યું કે વિશેષજ્ઞ લાંબા સમયથી આ સુધારોની વકાલત કરી રહ્યા છે. ત્યાં સુધી કે રાજકીય પાર્ટીઓ પણ આ સુધારોના નામ પર વોટ માંગતા રહ્યા છે. તમામની ઈચ્છા હતી કે આ સુધાર થાય. મુદ્દો એ છે કે વિપક્ષી પાર્ટી એવું નથી ઈચ્છતી કે અમને તેનો શ્રેય મળે. અમે ક્રેડિટ પણ નથી ઈચ્છતા.

રોજગાર મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે, ઈપીએફઓના નવા શુદ્ઘ ગ્રાહકોના મામલામાં ઓગસ્ટ ૨૦૨૦ના મહિનાને જુલાઈ ૨૦૨૦ની તુલનામાં એક લાખથી વધુ નવા ગ્રાહકોની સાથે ૨૪ ટકાની છલાંગ મારી છે. તેનાથી જાણી શકાય છે કે નોકરીઓનું બજાર ખુલી રહ્યું છે. આ ઉપરાંત વિદેશી મુદ્રા ભંડારે રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ કરી છે. રેલવે માલ ટ્રાન્સપોર્ટેશન જેવા આર્થિક સુધારના મુખ્ય સંકેતકોમાં ૧૫ ટકાથી વધુની વૃદ્ઘિ થઈ અને ગયા વર્ષે આ મહિને સપ્ટેમ્બરમાં વીજળીની માંગ ૪ ટકા વધી. તેનાથી જાણી શકાય છે કે રિકવરી ઝડપથી થઈ રહી છે. સાથોસાથ આત્મનિર્ભર ભારતની ઘોષણાઓ અર્થવ્યવસ્થા માટે એક મોટી પ્રેરણા છે. ખાસ કરીને નાના વ્યવસાયો અને અનૌપચારિક ક્ષેત્ર માટે. મને લાગે છે કે રોકાણ અને માળખાકિય સુવિધાઓના મોટા વિસ્તાર અને વિકાસ માટે પ્રેરક શકિત બની જશે.

કોરોના વાયરસના સંકટમાંથી દેશ પસાર થઈ રહ્યો છે આ સમયે ભારતમાં અનેક વેકસીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ સમયે પીએમ મોદીએ કહ્યું છે કે જયારે ભારતમાં કોરોના વેકસીન આવશે ત્યારે તે દરેક નાગરિકને અપાશે. તેમાંથી કોઈ છૂટશે નહીં.

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું છે કે હું દેશને વિશ્વાસથી કહું છું કે જયારે દેશમાં વેકસીન આવશે ત્યારે દરેક નાગરિકને વેકસીન અપાશે. કોઈને છોડી દેવાશે નહીં. કોરોના સંકટને લઈને પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં સરકારના સમયે લેવાયેલા નિર્ણયો અને લોકોની મદદથી અનેક લોકોના જીવ બચ્યા છે. લોકડાઉન લગાવવા અને ફરી અનલોકની પ્રક્રિયા યોગ્ય સમયે કરવામાં આવી હતી.

પીએમ મોદીએ કહ્યું કે કોરોનાનું સંકટ હજી પણ કાયમ છે. એવામાં લોકોએ સાવધાની રાખવી. તહેવારમાં વધારે સતર્ક રહેવું. આ સમયે કોઈ ઢીલ રાખવી નહીં. ભારત સરકારની તરફથી અત્યારથી વેકસીન ડિસ્ટ્રીબ્યુશનની તૈયારીઓ કરાઈ રહી છે જેથી સમયસર દરેકને વેકસીન આપી શકાય. સરકારે આ માટે ૫૦ હજાર કરોડનું બજેટ રાખ્યું છે. એક વ્યકિતને વેકસીન આપવા માટે ૩૮૫ રૂપિયાનો ખર્ચ આવવાની શકયતા છે. હાલમાં કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. પરંતુ દેશમાં વેકસીનને લઈને કામ કરાઈ રહ્યું છે અને તે સતત આગળ વધી રહ્યું છે.

બિહાર વિધાનસભામાં ભાજપે ઘોષણાપત્રમાં કહ્યું કે સત્ત્।ામાંઆવ્યા બાદ તે બિહારજનોને ફ્રીમાં કોરોના વેકસીન આપશે. આ માટે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. રાજકીય દળોએ કોરોના વેકસીનને મુદ્દો બનાવ્યો. આ સમયે ભાજપે સ્પષ્ટતા કરી કે ભારત સરકાર તરફથી જે રીતે રાજય સરકારને વેકસીન અપાશે તે રીતે ભાજપની સરકાર રાજય સરકારના સ્તરે લોકોને ફ્રીમાં વેકસીન આપશે.

(11:24 am IST)
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST