Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં રૂપિયા 400 કરોડનું કૌભાંડનો આક્ષેપ:ફડણવીસે કરી તપાસની માગ

NHMમાં નોકરીના નામે રૂપિયા 400 કરોડનું કૌભાંડ આચરાયું

મુંબઈ :મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારની યોજના રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) માં 400 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. વિધાનસભાના વિપક્ષ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો છે કે NHMમાં નોકરીના નામે રૂપિયા 400 કરોડનું કૌભાંડ આચરાયું છે જેની તપાસ થવી જોઇએ. આ મામલે ફડણવીસે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો છે.

રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવા માટે કેટલાક લોકો રૂપિયા 1 લાખથી 2.50 લાખ સુધીની લાંચની માગણી કરતા હોવાની ઓડિયો ક્લીપ ફરતી થઇ હોવાનો દેવેન્દ્ર ફડણવીસે આરોપ મૂક્યો છે. લગભગ 20,000 જેટલા લોકો આ મિશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરી રહ્યા છે. આ યોજના કેન્દ્ર સરકારની છે પરંતુ તેનુ નિયમન રાજ્ય સરકાર હસ્તક છે.

(10:55 am IST)