Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પંજાબના જલંધરની વિચિત્ર ઘટના

લગ્ન બાદ પતિ પત્નિ સાથે ન્હોતો બાંધતો શરીર સંબંધઃ પત્નિએ આ અંગે પતિને પૂછયા બાદ ભારે પસ્તાઈઃ દહેજ માટે હેરાન કરવા લાગ્યો

જલંધર, તા.૨૯: પંજાબના જલંધરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પતિ લગ્ન બાદ પોતાની પત્ની સાથે શરીર સંબંધ બનાવતો ન હતો. જોકે, પત્નીએ તેના પતિને આવું કરવાનું કારણ પૂછતાં તેના ઉપર અત્યાચારો થવાના શરૂ થયા હતા. પત્નીએ આ અંગે પૂછતા પતિએ નોકરી છોડી દીધી હતી. અને દહેજ માટે અત્યાચાર કરવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે આરોપી પતિ સામે દહેજનો ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે બૂટા પિંડની રહેનારી યુવતીના લગ્ન ૧૮ જાન્યુઆરીના બસ્તી નૌના યુવક સાથે થયા હતા. લગ્ન સમયે યુવતીના માતા-પિતાએ રીતિ રિવાજના હિસાબથી દાગીના અને અન્ય વસ્તુઓ આપી હતી. લગ્ન સમયે સાસરીમાં યુવકના ગુજરાતથી સંબંધીઓ આવ્યા હતા. આ સમયે બંને વચ્ચે કોઈપણ પ્રકારના શારીરિક સંબંધ બંધાયા ન હતા. એક સપ્તાહ બાદ તેમના પતિ ૨૪ જાન્યુઆરીએ પતિના સંબંધીઓ પરત ગુજરાત ચાલ્યા ગયા હતા. તેમ છતાં બંને વચ્ચે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ન બન્યો. પતિ રાત્રે ૧૨ વાગ્યે ઘરે આવતો હતો. તે પૂછતી ત્યારે તે કહેતો કે તેને કોઈ શારીરિક સમસ્યા છે. એટલા માટે તે શારીરિક સંબંધ બનાવી શકતો નથી. સાસરીયાના લોકોના દબાણથી પિયરમાંથી એસી લાવીને આપ્યું

લગ્ન બાદ પતિએ નોકરી પણ છોડી દીધી અને પત્ની ઉપર પિયરમાંથી પૈસા લાવવાનું દબાણ કરતો હતો. ત્યારબાદ તે છાસવારે પોતાના-માતા પિતા પાસેથી પૈસા લાવીને સાસુ-સસરાને આપતી હતી. પતિ અને સાસરીયાના લોકોના દબાણના કારણે સાસરીયાઓને AC લઈને આપ્યું હતું. ૫ જૂન ૨૦૨૦ના દિવસે તેના પતિએ તેને જબરદસ્તીથી તેના પિયર મોકલી દીધી હતી. અને મોબાઈલના હપ્તાના પૈસા લાવવા માટે કહ્યું હતું. તેણે તેના ભાઈ પાસેથી છ હજાર રૂપિયા લીધા હતા.

૮ જૂનના દિવસે યુવતીનો ભાઈ તેને છોડવા માટે સાસરી આવ્યો હતો. અને તે બહાર જ રોકાયો હતો. જેવી જ તે અંદર ગઈ કે સાસરીના લોકોએ તેની સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. તેના ભાઈએ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.

આ અંગે તેણે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી. બંને પક્ષોમાં આંતરીક રાજીનામા પણ થઈ ગયા હતા. આમ છતાં પણ પતિએ તેને પરેશાન કરવાનું ચાલું રાખ્યું હતું. બીજી તરફ પતિએ કહ્યું કે પત્ની અને તેના માતા-પિતાએ ઝઘડો કરીને તેને ઘાયલ કર્યો હતો.

યુવતીએ કહ્યું કે રાજીનામા પ્રમાણે નક્કી થયું હતું કે બંને એક બીજા સામે ફરિયાદ પરત લે. ત્યારબાદ પતિ-પત્ની અલગ અલગ ઘરમાં રહેશે. પરંતુ પતિએ આ શરત માની નહીં. યુવતીએપણ આરોપ લગાવ્યો કે પતિ શારીરિક સંબંધ બનાવવા સક્ષમ નથી. આ અંગે પતિએ ૧૬ જૂને સીમેન ટેસ્ટ કરાવ્યો હતો. તેનો દાવો છે કે તે નોર્મલ છે. જોકે પત્નીનું કહેવું છે કે પતિએ નકલી રિપોર્ટ તૈયાર કરાવ્યો છે.

(10:28 am IST)