Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કુલ ૩૯ લાખ કરદાતાને

ઈન્કમ ટેકસ વિભાગે ચૂકવ્યું ૧.૨૬ લાખ કરોડનું રિફંડ

નવી દિલ્હી,તા.૨૯ : ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટના નાણા વર્ષ ૨૦૨૦-૨૧માં અત્યાર સુધીમાં ૩૯ લાખ ટેકસપેયર્સને ૧.૨૬ લાખ કરોડનો ટેકસ રિફન્ડ જારી કર્યુ છે. નાણા રાજય મંત્રી અનુરાગ ઠાકુરના કાર્યાલય તરફથી ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે કુલ ટેકસ રિફંડમાં વ્યકિતગત ઈનકમ ટેકસ રિફન્ડ ૩૪,૫૩૨ કરોડ અને કોર્પોરેટ ટેકસ રિફંડ ૯૨, ૩૭૬ કરોડ રુપિયા છે. વિભાગે જણાવ્યું કે ૩૯. ૧૪ લાખ ટેકસપેયર્સને ૧,૨૬,૯૦૯ કરોડ રુપિયાનો ટેકસ રિફંડ કરવામાં આવ્યો છે.

ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ચાલુ નાણા વર્ષમાં અત્યાર સુધી ટેકસ રિફંડનો આ આંકડો ૨૭ ઓકટોબર ૨૦૨૦ સુધીનો છે. વિભાગે ૧ એપ્રિલથી ૧૫ સપ્ટેમ્બરની વચ્ચે ૩૦ લાખથી વધારે કરદાતાઓને ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું ટેકસ રિફન્ડ જારી કર્યું છે. આમાં ૨૯.૧૭ લાખ ટેકસપેયર્સને ૩૧, ૭૪૧ કરોડ રુપિયાના વ્યકિતગત ઈનકમ ટેકસ રિફંડ અને ૧.૭૪ લાખ કરદાતાઓને ૭૪, ૭૨૯ કરોડ કોર્પોરેટ ટેકસ રિફંડ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ ટેકસ બોર્ડે જણાવ્યું કે તેમણે ૩૦. ૯૨ લાખથી વધારે કરદાતાઓને ૧ એપ્રિલ ૨૦૨૦દ્મક૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ૧૦૬૪૭૦ કરોડ રુપિયાથી વધારે રિફંડ જારી કર્યું છે. ITR દાખલ કરનારાને જ રિફંડ મળે છે.

ઈનકમ ટેકસ ઈ ફાઈલિંગ વેબસાઈટ પર જઈને પોતાનું પોર્ટલ લોગઈન કરો. આ માટે પેન નંબર, ઈ-ફાઈલિંગ પાસવર્ડ અને કેપ્ચા ભરવાના રહેશે.

પોર્ટલ પ્રોફાઈલ ખુલ્યા બાદ તમારે 'View returns/forms' પર કિલક કરવાનું રહેશે

નેકસ્ટ સ્ટેપ માટે ડ્રોપ ડાઉન મેન્યૂમાંથી  'Income Tax Returns' કિલક કરી સબમિટ કરો. હાઈપર લિંક એકનોલેજમેન્ટ નંબર પર કિલક કર્યા બાદ એક નવી સ્ક્રિન ખુલશે.

આ સ્ક્રિન પર તમને ફાઈલિંગની ટાઈમ લાઈન, પ્રોસેસિંગ ટેકસ રિટર્ન વિશે જાણકારી મળશે. આમાં ફાઈલિંગની તારીખ, રિટર્ન વેરિફાઈ કરવાની તારીખ, પ્રોસેસિંગની પુરી થવાની તારીખ, રિફંડ જારી કર્યાની તારીખ અને પેમેન્ટ રિફંડની જાણકારી હશે.

(10:24 am IST)