Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમેરિકામાં વસતા મોટા ભાગના શીખોનો ઝુકાવ ટ્રમ્પ તરફ : નાના ઉદ્યોગોને પ્રોત્સાહન ,તથા ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાથેની ગાઢ મૈત્રી કારણભૂત

વિસ્કોસીન : અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો વચ્ચે રસાકસી દેખાઈ રહી છે. ડેમોક્રેટિક પાર્ટીમાં વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી કમલા હસનને પસંદ કરાયા હોવાથી સ્વાભાવિક ઇન્ડિયન અમેરિકન મતદારોનો ઝોક ડેમોક્રેટિક પાર્ટી તરફ હોઈ શકે છે. સામે પક્ષે રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તથા વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો વધુ મજબૂત બન્યા છે.ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ તથા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચેની ગાઢ મૈત્રી જગજાહેર છે.તેથી મોદીના સમર્થકો સ્વાભાવિક પણે ટ્રમ્પ તરફી ઝુકાવ ધરાવી રહ્યા છે.
આ સંજોગોમાં  અમેરિકામાં વસતા મોટા ભાગના શીખોનો ઝુકાવ ટ્રમ્પ તરફ જોવા મળી રહ્યો છે.જેના કારણમાં શીખ સમુદાયના આગેવાન દર્શન સિંહ ધાલીવાલે જણાવ્યું હતું કે ટ્રમ્પ શાસનમાં નાના વ્યવસાય તથા ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે.તેમજ તેઓ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગાઢ મિત્ર હોવાથી ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો વધુ મજબૂત બન્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:22 pm IST)