Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમેરિકની વિખ્યાત AIANA સંસ્થા દ્વારા ગ્લોબલ નવરાત્રી શૉનું ભવ્ય ઓનલાઈન આયોજન : ભારત તથા વિશ્વભરના ગુજરાતીઓ શરદપૂર્ણિમાએ માણશે ગરબાની રમઝટ

દિગ્ગ્જ કલાકારો કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ તથા કિંજલ દવે ગરબાની બોલાવશે રમઝટ : લોકપ્રિય આરજે દેવકી સમગ્ર કાર્યક્રમને સૂત્રધાર તરીકે રજૂ કરશે : અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા ભારતની 15થી વધુ સંસ્થાઓ જોડાઈ : 30મીથી વિશ્વભરના 20,000થી વધુ ગુજરાતીઓ ત્રણ દિવસ કાર્યક્રમને માણશે : કાર્યક્રમ નિહાળવા માટે http://aianaglobal.com વેબસાઈટ પર નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે

દિપ્તીબેન જાની દ્વારા, ન્યૂજર્સી : ગુજરાતની કલા અને સંસ્કૃતિને વિશ્વફલક પર ધબકતી રાખવા ”ચાલો ગુજરાત” તથા “ચાલો ઇન્ડિયા” નામના કાર્યક્રમનું આયોજન કરતી આઈના સંસ્થા એનઆરઆઈ લોકો માટે ખુબ જાણીતું નામ છે. અમેરિકાના ન્યુજર્સી ખાતે છેલ્લા 15વર્ષથી આયોજિત થતા આ કાર્યક્રમને હજારો એનઆરઆઈ લોકો માણી ચુક્યા છે. સંસ્થાના આજ સુધી થયેલા વિભિન્ન કાર્યક્રમોમાં 800થી વધુ કલાકારો તથા વિભિન્ન ક્ષેત્રના દિગ્ગ્જ્જો જોડાઈ ચૂકયા છે.

  કોરોનાના કપરા કાળમાં જયારે વિશ્વભરમાં કોઈ પણ કાર્યક્રમો કરવા અશક્ય બન્યા છે ત્યારે નવરાત્રી રસિકો માટે આઈના સંસ્થા એક અદભુત ગ્લોબલ નવરાત્રી શો લઇને આવ્યું છે. જેમાં ગુજરાતી સંગીતજગતના દિગ્ગ્જ કલાકારો કિર્તીદાન ગઢવી, ઓસમાન મીર, પાર્થિવ ગોહિલ તથા કિંજલ દવે ગરબાની રમઝટ રજુ કરશે।. તથા સમગ્ર કાર્યક્રમને સૂત્રધાર તરીકે લોકપ્રિય આરજે દેવકી રજુ કરશે.

   આઈના યુએસએ સંસ્થાના પ્રમુખ સુનિલ નાયક જણાવે છે કે ત્રણ કલાકના આ રસપ્રદ કાર્યક્રમમાં અમેરિકા, લંડન, કેનેડા ,ઓસ્ટ્રેલિયા તથા ભારતમાં 15થી વધુ સંસ્થાઓ ભાગ લેવા જઈ રહી છે. 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી વિશ્વભરના 20,000થી વધુ ગુજરાતીઓ આ કાર્યક્રમને માણશે .

કાર્યક્રમમાં નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક : http://aianaglobal.com

(6:40 pm IST)