Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરોમાં વધારો કર્યો

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાજદરમાં વધારો કર્યો

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે ગઈકાલે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો હતો ત્યારે આજે સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરોમાં વધારો કર્યો છે પરિણામે સામાન્ય જનતાને પણ દિવાળી ગિફ્ટ આપી છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર બે વર્ષની ડિપોઝીટ પર વ્યાજ દર 5.5 ટકા થી વધારીને 5.7 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે 3-વર્ષની થાપણનો દર 5.5 ટકાથી વધારીને 5.8 ટકા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સરકાર દર ત્રણ મહિને વ્યાજદરમાં ફેરફાર કરે છે. આ વખતે પણ સરકાર દ્વારા દિવાળી પહેલા લોકોને ભેટ આપવામાં આવી છે.

અગાઉ આ જાહેરાત રિઝર્વ બેંકની MPC બેઠક બાદ કરવામાં આવી હતી. પરંતુ સરકારે તેની એક દિવસ પહેલા જાહેરાત કરી છે. અત્યારે રિઝર્વ બેન્કની MPC બેઠક ચાલી રહી છે અને આવતીકાલે પોલિસી રેટમાં વધારાની જાહેરાત થઈ શકે છે. નવા નિર્ણય અનુસાર સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર વધારીને 7.6 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ આ દર 7.4 ટકા હતો. તેવી જ રીતે, માસિક આવક ખાતાની યોજનાનો દર ઘટાડીને 6.7 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ આ દર 6.6 ટકા હતો

(9:27 pm IST)