Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અરે બાપ રે..દેશમાં દર વર્ષે ૯૬ હજાર કરોડના ખાદ્ય પદાર્થ કચરામાં

વિશ્વ અનેક દેશોમાં ભૂખમરાની સમસ્યા : ગ્લોબલ હંગર ઇન્ડેકસમાં સામેલ ૧૦૭ દેશોમાં ભારતની રેન્કિંગ ૯૪ : ૬.૮૭ કરોડ ટન ભોજનનો થાય છે બગાડ : વધેલું ભોજન ફેંકશો નહીં જેથી કોઈ ભૂખ્યું ના સુવે : ભોજન બચાવવાની પહેલમાં અનેક એનજીઓ જોડાયા

 

 

મુંબઇ તા. ૨૯ : એક બાજુ આફ્રિકાના અનેક દેશોમાં લોકો દાણા દાણા માટે તરસી રહ્યા છે. બીજી બાજુ અનેક દેશોમાં લાખો ટન ખાદ્ય પદાર્થ ખરાબ થઇ રહ્યા છે. એક અંદાજ મુજબ, કુલ ઉપજનાઙ્ગ૩૦ ટકા ઘઉં, ચોખા, મકાઈ વગેરે બરબાદ થઇ રહ્યા છે. અંદાજે ૪૫ ટકા શાકભાજી કચરામાં ફેંકી દેવામાં આવે છે. ભંડારણ સુવિધાનીઙ્ગકમી અને સજાગતાનાઙ્ગઅભાવે ભારતમાં પણ દર વર્ષે ૯૬૦૦૦ કરોડના ખાદ્ય પદાર્થો કચરામાં ફેંકી દેવામાં આવે છે. ઇન્ટરનેશનલ ફૂડ ડે ઓફ અવેરનેસ ઓફ ફૂડ લોસ એન્ડ વેસ્ટ દિવસના મોકે જાણકારોનું કહેવું છે કે સમાજને જાગરૃક કરીને મોટું નુકસાનથીઙ્ગબચાવી શકાય છે. અડધા ભોજનની બરબાદી પણ અમે રોકવામાં સફળ રહે તો ખાદ્યાનનઙ્ગસમસ્યા સહિત અનેક પડકારોથી છુટકારો મેળવી શકાશે.

કૈપજેમિનીઙ્ગરિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અધ્યયનના જણાવ્યા મુજબ, વિશ્વમાં ૮૧.૧ કરોડ લોકો કુપોષિત છે. ૫ વર્ષથી ઓછા ઉંમરના ૪૫ ટકા બાળકોનીઙ્ગમોટ કુપોષણથી થાય છે. દર વર્ષે લાખો ટન ભોજન બરબાદ થાય છે. સારી બાબત એ છે કે તે અંગે ૭૨ ટકા લોકો સજાગ છે.

ભોજન બચાવાનીઙ્ગમુહિમમાંઙ્ગઅનેક એનજીઓ પ્રયત્ન કરી રહ્યા છે. વૈવાહિક સમારોહમાંઙ્ગબચેલું ખાવાનું આ ગરીબ જરૃરતમંદો સુધી પહોંચાડે છે. રોબિન હુડ ઇન્ડિયાનાઙ્ગવોલીયન્ટરઙ્ગદેશના ૪૧ શહેરોમાં છે. ફીડિંગ ઇન્ડિયા ડોનેટ ફૂડ ૧૦૦ શહેરોમાં કામ કરી રહ્યું છે.ચેન્નાઇમાં રૈપઙ્ગઈટ, કેરળમાં શાંતિમંદીરમ અને આંધ્ર પ્રદેશ, તામિલનાડુ તેમજ કેરળમાં નવ ફુડ્સ વેસ્ટ કામ કરી રહ્યા છે. શેલ્ટર ડોન બાસ્કો,મેરા પરિવાર,સમર્પણ ફાઉન્ડેશન, અન્નક્ષેત્ર જેવા અનેક સંગઠનો સરાહનીય કામ કરી રહ્યા છે.

ભોજનનીઙ્ગબરબાદી રોકવા માટે સંયુકત રાષ્ટ્રએ સસ્ટેનબેલ ડેવલોપમેન્ટ ગોલઙ્ગબનાવ્યું છે. તેમાં સંયુકત રાષ્ટ્ર ખાદ્ય તેમજ કૃષિ સંગઠન અને સંયુકત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામ સામેલ છે. યુએનપીના રિપોર્ટ ૨૦૨૧ ના જણાવ્યા મુજબ ભારતમાં દર વ્યકિત પાછળ પ્રતિદિન ૧૩૭ ગ્રામ અને વર્ષમાં અંદાજે ૫૦ કિલો ભોજન ખરાબ થાય છે. તે આધાર પર દેશમાં વર્ષના ૬ કરોડ ૮૭ લાખ ૬૦ હજાર ૧૬૩ ભોજનઙ્ગકચરામા જાય છે.

(1:56 pm IST)