Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વિશ્વના ઉભરતા લીડર ટાઇમ-૧૦૦ નેકસ્‍ટની યાદીમાં આકાશ અંબાણી

નવી દિલ્‍હી,તા. ૨૯ : અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અને ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની jioના માલિક આકાશ અંબાણીનું નામ ટાઇમ મેગેઝિનની વિશ્વના ઉભરતા લીડર  Time100નેક્‍સ્‍ટની યાદીમાં સામેલ કરવામાં આવ્‍યુ છે. આ યાદીમાં તે એક માત્ર ભારતીય છે. જો કે આ યાદીમાં ભારતીય -અમેરિકન બિઝનેસમેન આમ્રપાલી ગાનનું નામ પણ સામેલ છે.

આ અંગે ટિપ્‍પણી કરતા ટાઇમે લખ્‍યુ છે કે, પ્રતિષ્‍ઠિત ભારતીય ઔદ્યોગિક ગૃહ રિલાયન્‍સના વંશજ આકાશ અંબાણી પાસે હંમેશા બિઝનેસમાં વૃધ્‍ધિની અપેક્ષા રાખવામાં આવે છે. તે તેના માટે સખત મહેનત પણ કરી રહ્યા છે. ૩૦ વર્ષીય આકાશ અંબાણીને જૂનમાં ૪૨૬ મિલિયન સબસ્‍ક્રાઇબર્સ સાથે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની  jioના ચેરમેન તરીકે બઢતી આપવામાં આવી હતી.

(1:44 pm IST)