Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

આદ્યશકિત જગદંબાની ઉપાસના કરવાથી સુખ-શાંતી મળે છે

નોરતુ ૪થુ : યા દેવી શકિતરૂપેણ સંસ્‍થિતાં

 

આ દ્યશકિત જગદંબાની ઉપાસના કરવાથી સુખ-શાંતી મળે છે માં જગતજનની તેના ભકતોનું હરપળે ધ્‍યાન રાખે છે. અને તેને કાર્ય સિધ્‍ધિ પ્રદાન કરે છે. આ સૃષ્‍ટીના સર્જન માટે જ ેમુળ પ્રકૃતી પંચ મહાભુતોના અંશોને લઇને પાંચ પ્રકારમાં સૃષ્‍ટી રચવા માટે થયા જેમાં પ્રથમ દુર્ગા જે ત્રણેય જનનીકહેવાય છે.

દુર્ગા જે સર્વના અધિષ્‍ઠાત્રી, શંકર સ્‍વરૂપ અને પૂર્ણ બ્રહ્મસ્‍વરૂપ દેવીને સર્વ દેવોએ પ્રથમ પૂજયા છે દીન દુઃખી મનુષ્‍યોનું રક્ષણ કરવામાં તત્‍પર એવા આ દુર્ગાપ્રકૃતિને પરમાત્‍માના અંતઃકરણરૂપે પણ માન્‍યા છે. જે નિત્‍યશકિતરૂપ, સિધ્‍ધોના ઇશ્વરી સિધ્‍ધી અને સિધ્‍ધોરૂપ તથા  બુધ્‍ધિ નિંદ્રા, ક્ષુધા તુષા, છાયા, તંદ્રા, દયા, સ્‍મૃતિ, જાતિ, ચેતના વિ. વિવિધ રૂપે છ.ે તેમના ગુણો અનંત છે.

બીજી શકિત તે લક્ષ્મીજી  છે. શુધ્‍ધ સત્‍વગુણરૂપ સર્વસંમતિરૂપ, સર્વ ધાન્‍યરૂપ, ભકતોને પ્રેમ કરનારા સર્વેના વંદ્ય એવા લક્ષ્મીરૂપને સહુથી પ્રથમ પૃથ્‍વીપુત્ર મંગલે પુજયા હતા તેમ કહેવાય છ.ે

ત્રીજી શકિત તે સરસ્‍વતી છે તે પરમાત્‍માની વાણી, બુધ્‍ધિ, વિદ્યા તથા જ્ઞાનની અધિષ્‍ઠાત્રી દેવી છે તે સર્વની બુધ્‍ધિરૂપ, ધારણ શકિતરૂપ, સ્‍મરણશકિત રૂપ વિ. સર્વ શાષારૂપ છે. વેદાકત દેવીરૂપ છે જેમને સહુ પ્રથમ બ્રહ્માજીએ પુજયા હતા.

ચોથી શકિત તે સાવિત્રી છે જે વેદોની માતા તથા મંત્ર તંત્રોની માતા બ્રહ્મનિષ્‍ઠોના તેજરૂપ, ગાયત્રી નામ ધારણ કરનારા, સર્વ તીર્થો પણ પોતાની શુધ્‍ધિ માટે જેમને ઇચ્‍છે છે એવા એ શકિત શુધ્‍ધ સ્‍ફટીકરૂપ, સર્વજગત જેમની ચરણ રજથી પવિત્ર થયુ છે તે શકિત છે.

પાચમી શકિત રાધાજી છે જે પાંચ પ્રાણરૂપ ગૌરવર્ણવાળા છે જેમને ત્રિલોકમાં઼ શ્રીકૃષ્‍ણે પુજયા હતા.

ઉપર્યુકત પાંચ શકિતઓ કે જે વિધવિધ ગુણોના ભંડાર રૂપે આ જગત - પ્રકૃતિના સ્‍વરૂપે બિરાજમાન છે તેમનું સ્‍મરણ પુજન કરી પવિત્ર બનીએ.(૬.૩)

દીપક એન. ભટ્ટ

(11:42 am IST)