Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

૧ લીથી ઇ-વે બિલ ફરજિયાત બનતા વેપારીઓમાં દોડધામ

જરૂરી માર્ગદર્શિકા ડિપાર્ટમેન્‍ટે જાહેર ન કરાતા વેપારીઓ મુશ્‍કેલીમાં મુકાયા : હાલના તબક્કે ફરજિયાત બનાવવાનું પગલુ અવ્‍યવહારૂ

નવી દિલ્‍હી,તા. ૨૬ : જીએસટી વિભાગ દ્વારા ૧ ઓકટોબરથી રૂ. ૧૦ કરોડથી વધારે વાર્ષિક વેચાણ ધરાવતા હોય તેવા વેપારીઓને ઈ-ઈનવોઈસ બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્‍યું છે. વેપારીઓએ પોતાના નાણાકીય સોફટવેરમાં અને માલની લેવડ દેવડમાં જરૂરી ફેરફાર કરવા પડશે. જરૂરી માર્ગદર્શિકા ડિપાર્ટમેન્‍ટે જાહેર ન કરાતા વેપારીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે.

આ વિશે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્‍દ્ર તન્નાએ જણાવ્‍યું હતું કે વેપારીઓ બીલ બનાવતા હોય, પરંતુ આખરે તે તેમને નિષ્‍ણાત પાસે જવાની જરૂર પડશે. હાલના તબક્કે આ નિર્ણય અવ્‍યવહારુ છે, તેનાથી વેપારીઓને ભારે તકલીફ થશે. હાલમાં આઇટી સર્વિસ અને પ્‍લેટફાઙ્ઘર્મ જ બરોબર નથી ત્‍યારે આ નવી જવાબદારીથી વેપારીઓ પહોંચી શકશે નહી અને અંતે આઇટીસી લેવામાં મુશ્‍કેલી ઊભી થશે.

ઉપરાંત જો વેપારી જો નહી ભરે તો ભારે દંડની પણ જોગવાઇ છે. વધુમાં જીએસટીમાં દરેક તબક્કે કોઇને કોઇ મુશ્‍કેલી ઊભી જ છે. ઉપરાંત વિભાગે સીધો રૂા. ૧૦ કરોડનું ટર્નઓવર કર્યું છે તે પણ યોગ્‍ય નથી તેમાં હજુ રૂા. ૨૫ કરોડનો સ્‍લેબ રાખ્‍યો હોત તો અનેક વેપારીઓને રાહત થઇ હોત. ઉપરાંત દરેક સ્‍થળોએ ઇ-નેટવર્ક બી શકે તેવી પણ વ્‍યવસ્‍થા નથી. આ સંજોગોમાં આ નિર્ણય ઉતાવળો ગણી શકાય.

આમ કરદાતાએ રૂા. ૧૫થી ૫૦ હજારનો વધારાનો ખર્ચ કરવો પડશે. એક તરફ ઈન્‍કમટેકસની રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તા. ૩૦ સપ્‍ટેમ્‍બર છે, જયારે બીજી તરફ કરદાતાને જીએસટીના નવા કાયદાને લઇને જરૂરી સુધારા સોફટવેરમાં કરવા પડશે.

કર નિષ્‍ણાત કરીમ લાખાણીએ જણાવ્‍યું હતુ કે રૂા. ૧૦ કરોડની મર્યાદા એટલે ઓડિટમાં કવર થતા હોય તેવા દરેક કેસ આવી જશે. હાલમાં દરેક સીએ આમાં વ્‍યસ્‍ત છે. જે રૂા. ૧૦ કરોડની મર્યાદા રાખવામાં આવી છે તેમાં મોટા ભાગના વેપારીઓને આવરી લેવાશે જે હજારો લાખોની સંખ્‍યામાં હોઇ શકે છે. જયારે પણ માલનું વેચાણ થાય ત્‍યારે ઇ-ઇનવોઇસ નામનું ઇનવોઇસ ઉત્‍પન્ન થાય છે. વધુમાં એક વખત ઇ-ઇનવોઇસ બનાવ્‍યા પછી તેમાં ફેરફાર કરવો હોય તો તેમાં ઘણો ખુલાસો કરવો પડે છે.

તેમણે પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતુ કે આના માટે સૌપ્રથમ લોગીન કરાવવું પડશે. જે લોકોએ પહેલેથી જ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું હશે તેમણે ફરીથી કરાવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે આમાં ટેલીમાંથી સીધો જ ડેટા ટ્રાન્‍સફર પણ થઇ શકશે.

(10:22 am IST)