Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

આકાશ અંબાણીને ટેલિ કોમ બિ ઝનેસની કમાન સોંપાઈ : જિ યોને ફોર-જી ઇકોસિ સ્ટમ બનાવવાનો શ્રેય મુકેશ અંબાણીએ આકાશ અંબાણીને આપ્યો !

જિયોને આગલા સ્તર પર લઈ જવાની જ્વાબદારી હવે આકાશ અંબાણીનાં ખંભે : આકાશ ૨૦૧૪થી સંભાળે છે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ

નવી દિ લ્લી તા.૨૯ : ભારતની સૌથી મોટી ટેલિ કોમ કંપની રિ લાયન્સ જિયોનાં ડાયરેકટર પદેથી મુકેશ અંબાણીએ રાજીનામુ ધરી દિધુ છે. અને આકાશ અંબાણીને  રિલાયન્સ જિયોનાં ચેરમેન બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખિન ય છે કેજિ યોને ફોર-જી ઇકોસિ સ્ટમ બનાવવાનો શ્રેય પણ મોટા ભાગે આકાશ અંબાણીને જાય છે. ત્યારે હવે ટેલિકોમ બિઝનેસમાં જિ ઓને આગલા સ્તર સુધી લઈ જવાની જવાબદારી આકાશ અંબાણીનાં ખંભે છે.

આકાશ અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાંથી થયું હતું. 2009માં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી આઈબી ડિપ્લોમા પ્રોગ્રામ પૂરો કર્યા બાદ તેમણે 2013માં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી બિઝનેસ-કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. આ પછી તેઓ ભારત આવીને અંબાણી ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. વર્ષ 2014માં તેમને રિલાયન્સ રિટેલ અને જિયોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે જિઓ ઇન્ફોકોમમાં સ્ટ્રેટેજીનો હેડ હતો.

વર્ષ 2015માં તેણે પોતાની બહેન ઈશા સાથે મળીને જિયોની 4જી સર્વિસ શરૂ કરી હતી. આકાશ અંબાણી જિયો પ્લેટફોર્મ, જિયો લિમિટેડ, સાવન મીડિયા, જિયો ઇન્ફોકોમ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. શ્લોકા મહેતા સાથે 2019માં લગ્ન કર્યા હતા. આકાશ 2020માં પિતા બન્યો હતો. તેમના પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે.

આકાશને સ્પોર્ટ્સ અને ખાસ કરીને ક્રિકેટ પસંદ છે. તેની ક્રિકેટ પ્રત્યેની લાગણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સામેલ પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ક્રિકેટ કિટ ડિઝાઈન કરવામાં પણ ભારે રસ દાખવ્યો હતો. જો કે વિદેશમાં હોવાને કારણે શરૂઆતના વર્ષોમાં તે મુંબઇ ઇન્ડિયન્સથી દૂર રહ્યો હતો. આ સમય દરમિયાન, તેમના ભાઈ અનંત અંબાણી ટીમના કામકાજનું ધ્યાન રાખતા હતા. પરંતુ આકાશે 2014માં આઇપીએલની હરાજીમાં ભાગ લીધો હતો અને ત્યારથી જ ટીમનું મેનેજમેન્ટ કરી રહ્યો છે.

આકાશ ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ રમવાનું પણ પસંદ કરે છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલમાં પાંચ વર્ષથી વધુ સમય સુધી ફૂટબોલ ટીમની કેપ્ટનશીપ કરતી વખતે તેમણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કેમ્પમાં પણ ભાગ લીધો હતો. 2005ની એક મેચે તેને ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ આર્સેનલનો ચાહક બનાવી દીધો હતો. આ મેચમાં આર્સેનલના કેપ્ટન પેટ્રિક વિયેરાએ માન્ચેસ્ટર યુનાઇટેડ સામેની એફએ કપ ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં છેલ્લો ગોલ કર્યો હતો.

એક ઈન્ટરવ્યૂમાં આકાશ અંબાણીએ ખુલાસો કર્યો હતો કે, તેને 11માં ધોરણ સુધી ખબર નહોતી કે તેના પરિવાર પાસે કેટલા પૈસા છે. જ્યારે તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે નિબંધ આપવામાં આવ્યો ત્યારે તેમને ખબર પડી કે તેમના પરિવાર પાસે કેટલી સંપત્તિ છે. ત્યાં સુધી તે પોતાના પરિવારની સંપત્તિથી અજાણ હતો. આકાશને તેની બહેન ઇશાની ખૂબ નજીક માનવામાં આવે છે.

 

(10:25 pm IST)