Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પહેલી ઓક્ટોબરથી 28 ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ

સરકારે વાહનોના પ્રદૂષણને ચકાસવા માટે 1 ઓક્ટોબરથી 28 ફેબ્રુઆરી સુધી મધ્યમ અને ભારે માલસામાનના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી : દિલ્હીમાં પ્રદૂષણને કારણે ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, દિલ્હી સરકારે વાહનોના પ્રદૂષણને ચકાસવા માટે 1 ઓક્ટોબરથી 28 ફેબ્રુઆરી સુધી મધ્યમ અને ભારે માલસામાનના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ આદેશ માત્ર કોમર્શિયલ વાહનો પર જ લાગુ થશે. જો કે, કાચા શાકભાજી, ફળો, અનાજ, દૂધ અને આવી આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતા વાહનોને પ્રવેશ આપવામાં આવશે.

આ સંદર્ભમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) એ બુધવારે 1 ઓક્ટોબર 2022 થી 28 ફેબ્રુઆરી સુધી રાજધાનીમાં ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના દિલ્હી સરકારના નિર્ણયને લઈને તમામ ક્ષેત્રોના મુખ્ય ટ્રેડ યુનિયનોની બેઠક બોલાવી હતી.
CAITએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે સરકારના નિર્ણયથી દિલ્હીનો વેપાર અને પરિવહન ખરાબ રીતે પ્રભાવિત થશે. બેઠકમાં આ નિર્ણય અને તેની વેપાર અને વાહનવ્યવહાર પર પડતી પ્રતિકૂળ અસરો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને આ મુદ્દે વેપારીઓનું આગામી સ્ટેન્ડ નક્કી કરવામાં આવશે.

(8:46 pm IST)