Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલ અમદાવાદમાં તાત્કાલિક પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરાવો : ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજીને ધ્યાને લઇ 2 માસમાં નિમણુંક કરવાનો કેન્દ્ર સરકારને કોર્ટનો આદેશ : લાંબા સમયથી જગ્યા ખાલી હોવાથી બેંકો , લોન લેનારાઓ, તથા જામીનોના કાનૂની અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનું મંતવ્ય

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારને ડેબ્ટ્સ રિકવરી ટ્રિબ્યુનલ-I (DRT-I), અમદાવાદમાં પ્રિસાઇડિંગ ઑફિસર (PO)ની નિમણૂક માટેની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. [નિપુન પ્રવીણ સિંઘવી વિરુદ્ધ યુનિયન ઑફ ઈન્ડિયા')

કોર્ટે નોંધ્યું હતું કે નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે તેવા એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસના નિવેદનના આધારે મામલો ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી ખાત્રીનું પાલન થયું નથી.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો છે કે આદેશની તારીખથી બે મહિનાની અંદર આ નિર્દેશનું પાલન કરવામાં આવે. ડિવિઝન બેન્ચે આ સંદર્ભમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઝડપી ન્યાયનો અધિકાર કલમ 21 હેઠળ સમાવિષ્ટ છે.

વચગાળામાં, બેન્ચે પ્રતિવાદીઓને DRT-II ના PO ને DRT-I નો વધારાનો હવાલો આપવાનો નિર્દેશ આપ્યો હતો.

આ આદેશ જાહેર હિતની અરજી (PIL) ને ધ્યાને લઈ કરવામાં આવ્યો હતો જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે ખાલી જગ્યા અરજદારો અને વકીલો માટે ભારે મુશ્કેલી ઊભી કરી રહી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(11:49 am IST)