Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મહારાષ્ટ્રના રાજકીય હલચલ તેજ : ફડણવીસ રાજ્યપાલ કોશિયારીને મળવા રાજભવન પહોંચ્યાં : ફ્લોર ટેસ્ટની માગ

રાજ્યપાલને મળતા પહેલા ફડણવીસ દિલ્હીમાં અમિતભાઈ શાહ-નડ્ડાને મળ્યાં હતા

મહારાષ્ટ્રમાં ભાજપે શિવેસનાના બળવાખોર ધારાસભ્યોની સાથે મળીને સરકારની રચના કરવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં અમિતભાઈ  શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યાં બાદ દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળવા રાજભવન પહોંચ્યાં હતા.તેમની સાથે ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન અને અન્ય નેતાઓ પણ છે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની સામે ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી છે. આ પહેલા આજે દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી

દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ કોશિયારી સામે ફ્લોર ટેસ્ટની માગ કરી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. સોમવારે રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે ભાજપના મહારાષ્ટ્ર એકમની કોર કમિટી મળી હતી, જે બાદ દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હી ગયા હતા. દિલ્હીમાં આ પહેલા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી હતી

 . સૂત્રોએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ સરકારની રચના અંગે વાતચીત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ ભાજપના ક્વોટાના મંત્રીઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં વકીલ અને રાજ્યસભાના સાંસદ મહેશ જેઠમલાણી હાજર રહ્યા હતા, આ દરમિયાન નેતાઓમાં કાયદાકીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. સરકારની રચનાને લગતા તમામ મુદ્દાઓ પર ગૃહમંત્રી અમિતભાઈ  શાહને કાયદાકીય રીતે તેમની સમક્ષ મૂકવામાં આવ્યા હતા

(10:34 pm IST)