Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ઉદયપુર જિલ્લાના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 અને કર્ફ્યુ: રાજ્યભરમાં એલર્ટ જાહેર

ધનમંડી, ઘંટાઘર, હાથીપોલ, અંબામાતા, સૂરજપોલ, ભૂપાલપુરા અને સવિના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 અને કર્ફ્યુ લાગુ

રાજસ્થાનના ઉદયપુરમાં ભાજપની હકાલપટ્ટી કરાયેલી પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી

હત્યાને લઈને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ ઉદયપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ સીએમ અશોક ગેહલોતે તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

 દરમિયાન ઉદયપુર જિલ્લાના ધનમંડી, ઘંટાઘર, હાથીપોલ, અંબામાતા, સૂરજપોલ, ભૂપાલપુરા અને સવિના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 અને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જે આગામી આદેશ સુધી લાગુ રહેશે. રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એડીજી (એલ એન્ડ ઓર્ડર) એ કહ્યું કે તમામ એસપી અને આઈજીને રાજ્યવ્યાપી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમે વધુ નિર્ણય લેવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.

(10:00 pm IST)