Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

શનિના દોષમાંથી બચવા જેઠ મહિનાનો છેલ્લો મંગળવાર શ્રેષ્‍ઠઃ ઉપાસના કરવાથી ફળપ્રાપ્‍તિ થઇ શકે

આ દિવસે ગંગા દશેરા ઉજવાય છે આથી તે બડા મંગલ તરીકે ઓળખાય છે

નવી દિલ્‍હીઃ જેઠ મહિનાના તમામ મંગળવારને બડા મંગલ કહેવામાં આવે છે. હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે બડા મંગલ વિશેષ છે. જેઠ મહિનાના છેલ્લા  મંગળવારને બડા મંગલ  કહેવાય છે.  આ દિવસે ગંગા દશેરા પણ ઉજવવામાં આવશે. બડા મંગલના દિવસે બજરંગબલીની વિધિ-વિધાન અનુસાર પૂજા કરવાથી તે ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. મંગળ પર છેલ્લો મોટો સિદ્ધિ યોગ બની રહ્યો છે, જેમાં કરવામાં આવેલ ઉપાસના-ઉપચાર અનેકગણું વધુ ફળ આપશે. આવો જાણીએ બડા મંગલના કેટલાક ચમત્કારી ઉપાય જે તમારી મનોકામનાઓ ઝડપથી પૂરી કરશે અને તમારા કષ્ટ પણ દૂર કરશે.

શનિદોષ દૂર કરવા

શનિદોષના કારણે જો પ્રગતિમાં અવરોધો, આર્થિક-માનસિક-શારીરિક સમસ્યાઓ આવી રહી હોય તો બડા મંગલના દિવસે બજરંગબલીને કાળા ચણા અને બુંદી અર્પણ કરો અને જરૂરિયાતમંદોમાં વહેંચો. તેના માટે સોમવારે રાત્રે જ કાળા ચણાને પલાળી દો. આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને તમામ પરેશાનીઓ દૂર કરશે અને શનિ દોષથી પણ રાહત મળશે.

 જીવનના તમામ કષ્ટો દૂર કરવા

જો જીવન મુશ્કેલીઓ અને કષ્ટોથી ઘેરાયેલું હોય તો બડા મંગળવારના દિવસે વાંદરાઓને કેળા ખવડાવો. આ માટે પહેલા બજરંગબલીને 21 કેળા અર્પણ કરો અને પછી તેને સન્માન સાથે વાંદરાઓને ખવડાવો. તેનાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

નોકરીમાં પ્રમોશન માટે

જો તમે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો કરવા માંગતા હોવ તો સવારે બડા મંગલ પર સ્નાન કરી હનુમાનજીના મંદિરે જાઓ. બજરંગબલીની મૂર્તિમાંથી થોડું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવો. આ ઉપાયથી તમને ઘણી પ્રગતિ થશે.

કરજમુક્તિ માટે

આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા અને દેવામાંથી મુક્તિ મેળવવા માટે બડા મંગળ પર બજરંગબલીને સોપારી ચઢાવો. તેનાથી બજરંગબલી ખુશ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

(5:56 pm IST)