Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

એક ખુબ જ મોટી ઉંમરના રાજકારણી છે જે હવે અબજોપતિ છે પરંતુ તેમણે પૈસા પાછા આપ્‍યા નથીઃ રામભાઇ મોકરીયાની એક નેતા સામે કરેલી પોસ્‍ટ સોશ્‍યલ મીડીયામાં વાયરલ

રાજકોટ, તા., ર૯: રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સોશ્‍યલ મીડીયામાં મુકેલ પોસ્‍ટથી રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. આ પોસ્‍ટમાં રામભાઇએ જણાવ્‍યું છે કે, એક ખુબ જ મોટી ઉંમરના રાજકારણી જે હવે અબજોપતિ છે. પરંતુ તેમને તેમના પૈસા પાછા આપ્‍યા નથી. ચર્ચાતી વિગત મુજબ આ નેતા વરિષ્‍ઠ અગ્રણી છે અને થોડો સમય તેઓ અન્‍ય રાજયમાં પણ રહી ચુકયા છે. તેમની આ અંગુલી નિર્દેશથી રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. આ અંગે તેઓ આવનારા સમયમાં પુરાવા પણ રજુ કરનાર હોવાનું  ચર્ચાઇ રહયું છે.

(4:34 pm IST)