Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ક્‍યાં સહી મેં મેરા દેશ બદલ રહા હૈ..?

નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં ભાજપ વિશ્વનો સૌથી મહત્‍વપૂર્ણ પક્ષ બન્‍યો

આર્થિક - સામાજિક - રાજનૈતિક સમીકરણોમાં સકારાત્‍મક પરિવર્તન : નાગરિકોની સામૂહિક મનઃસ્‍થિતિમાં પણ બદલાવ : સફાઇ અભિયાનથી માંડીને વિશ્વમાં ભારતની આભા ઝળહળાવવા સુધીના અકલ્‍પનીય કાર્યો : ગતિ સાથે પરિવહનની નવી દિશા...વંદે ભારત..વિકાસની ગતિ એજ દેશની પ્રગતિ : ભારતના વિઝન : ‘મેક ઇન ઇન્‍ડિયા'ની કમાલ... નિકાસમાં જબરો ઉછાળો... આયાતમાં સતત ઘટાડો : સેવા, સવલત અને સુરક્ષાની નવી ઓળખ એટલે ભારતીય રેલ

 વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના શાસનને નવ વર્ષ....૩૨૯૨ દિવસ પૂર્ણ થઇ રહ્યા છે દેશ ભરમાં મેરા દેશ બદલ રહા હેની વાતો થાય છે પરંતુ શુ ખરા અર્થમાં દેશમાં આ છેલ્લા નવ વર્ષમાં બદલાવ આવ્‍યો છે ..? અને જો હા કે બદલાવ આવ્‍યો છે તો ક્‍યાં અને શું બદલાવ આવ્‍યો..?

૨૬ મી મેં ૨૦૧૪ના રોજ નરેન્‍દ્રભાઈ એ દેશના ૧૪માં વડાપ્રધાન તરીકે શપથ લીધા અને જાણે ભારતમાં નવા યુગની શરૂઆત થઇ..પ્રારંભ થી જ નરેન્‍દ્રભાઈ પાસે એક ગોલ હતો કે દેશને વિકાસના પંથે આગળ ધપાવવો છે, દેશની કરોડો જનતાને રોટી, કપડાં, મકાન તથા આરોગ્‍ય સહિતની સવલતો પુરી પાડવી છે દેશના ઘરેઘરમાં વીજળી અને પાણી પોહોંચાડવા છે કોઈ ગામ સડક થી વંચિતના રહી જાય એનું ધ્‍યાન રાખવું છે   

ખેડૂતોને વધુ આવક કેવી રીતે ઉભી થાય પશુ પાલન ક્ષેત્રે શું  બદલાવની જરૂર છે, ડોલર,પાઉન્‍ડ અને યુરો જેવી કરન્‍સી સામે રૂપિયાને મજબૂત બનાવવા શું કરવું...નિકાસમાં કેમ વધારો કરવો આયાતમાં ક્‍યાં સુધી ઘટાડો થઇ શકે....હિત ક્ષત્રુ સમાન પડોસીઓને અંકુશમા કેમ રાખવા , દેશને આતંકવાદના ઓછાયામાં થી કેમ બહાર લાવવો  સંરક્ષણ ક્ષેત્રે ભારતને વધુને વધુ મજબૂત કેમ બનાવી શકાય..ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને ડેવલપ કરવા ક્‍યાંથી શરૂઆત કરવી આવી અનેક સમસ્‍યાઓના સમાધાન માટે કમર કસી.

નરેન્‍દ્રભાઈના ઉત્તમ વિઝન, અથાગ પ્રયત્‍નો અને દીર્ઘદ્રષ્ટિને પ્રતાપે બદલાવ જોવા મળતો ગયો   

મોદી સરકારની વ્‍યાપારનીતિ થી ભારતીય ચલણ રૂપિયાનું વર્ચસ્‍વ વધવા લાગ્‍યું  છે, અત્‍યાર સુધી ભારત દરેક વસ્‍તુની ચુકવણી ડોલરમાં કરે છે અને જે થી ભારતને દર વર્ષે અબજો ડોલર ખર્ચવા પડે છે જો ભારત પણ રૂપિયા દ્વારા આયાત કરવામાં આવતી વસ્‍તુઓ માટે ચુકવણી કરે તો ડોલર પરની નિર્ભરતા ઘટી શકે ભારતીય રિઝર્વ બેન્‍ક દ્વારા  અન્‍ય દેશો સાથે રૂપિયામાં ભારતનો વેપાર સરળ બનાવવા માટે અનેક પ્રયત્‍નો હાથ ધરી રહી  છે અત્‍યાર સુધીમાં ૧૮ દેશોના ૬૦ સ્‍પેશિયલ રૂપી વોસ્‍ટરો એકાઉન્‍ટ ખોલવામાં આવ્‍યું છે ભારત હંમેશા રૂપિયામાં નિકાસને સમર્થન આપતું રહ્યું છે વિદેશી વેપાર રૂપિયામાં થવાથી ડોલર જેવા વિદેશી ચલણ પર ભારતની નિર્ભરતા ઘટશે આ સાથે વૈશ્વિક ઉથલ પાથલની અસર પણ દેશની અર્થવ્‍યવસ્‍થા પર ઓછી પડશે આ ઉપરાંત ભારતીય બેંકોને મોટા આંતરરાષ્ટ્રીય બજારોમાં વેપાર કરવાની તક મળશે. અત્‍યાર સુધીમાં  મલેશિયા, મ્‍યાનમાર, બાંગ્‍લાદેશ અનેનેપાળ સહિતના દેશોએ ચલણ તરીકે ભારતીય રૂપિયો સ્‍વીકાર્યો છે એટલુંજ નહિ  વિશ્વના ૩૫ જેટલા દેશોમાં (રૂપિયા)ની લેવડ દેવદ  દ્વારા વ્‍યાપાર કરવામાં સકારાત્‍મક અભિગમ દાખવ્‍યો છે .

ભારતીય રેલવેનો  વ્‍યાપ અને તેમાંથી લેવાના ફાયદા નરેન્‍દ્રભાઈ સારી રીતે જાણે છે એ માટે કઈ ખામી દૂર કરવી અને કઈ સવલત વધારવી એના ઉપર તેમણે ધ્‍યાન  કેન્‍દ્રિત કર્યું છે જેમાં બે મુદ્દા ઉપર વધુ ધ્‍યાન આપી રહ્યા છે માલ પરિવહનની ક્ષમતા વધારી ખર્ચ અને સમય ઘટાડવો તેમજ દેશની જનતા વધુ સારી સવલત મળે અને બને તેટલા ઓછા સમયમાં દેશના એક ખૂણા થી બીજા ખૂણે સરળતા થી પોહોંચી શકે    જે માટે હાલ એમના મિશન ઉપર છે વંદે ભારત એક્‍સપ્રેસ ...અત્‍યાર સુધીની ફાસ્‍ટેસ્‍ટ ટ્રેન શતાબ્‍દી કરતા પણ આ ટ્રેન ઓછો સમય લેશે આ ટ્રેન હૈ રાઇઝ ઓવરહેડ ઇલેક્‍ટ્રિક ટેરીટરી પરની દુનિયાને પેહલી સેમી હાઈ સ્‍પીડ પેસેન્‍જર ટ્રેન છે

ભારતની પેહલી વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેનનો પ્રારંભ ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ થયો છે જે ન્‍યુ દિલ્‍હી થી વારાણસીના રૂટ પર બીજી ટ્રેન ત્રીજી ઓક્‍ટોબર ૨૦૧૯ના રોજ ન્‍યુ દિલ્‍હી થી શ્રી માતા વૈષ્‍ણોદેવી કટરા પરના રૂટ ઉપર શરૂ થઇ પરંતુ આ સમય દરમ્‍યાન કોરોના કાળને પગલે વંદે ભારત ટ્રેનને લાગી બ્રેક જેને પગલે આશરે ત્રણેક વર્ષ સુધી આ પ્રોજેક્‍ટમાં પ્રગતિના થઇ શકી પરંતુ જેવો સાનુકૂળ માહોલ બન્‍યો કે તરત જ ફરી આ પ્રોજેક્‍ટ પર મોદી સરકારે  ડબલ તાકાત થી કામ શરુ કર્યું  ત્રીજી ટ્રેન ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ના રોજ મુંબઈ સેન્‍ટ્રલ થી ગાંધીનગર ચોથી ટ્રેન ૧૩ ઓક્‍ટોબર ૨૦૨૨ના રોજ ન્‍યુ દિલ્‍હીથી અમ્‍બ એન્‍ડોરાની શરૂ થઇ. પાંચ, છ, આઠ, દસ, પંદર અને અઢાર માત્ર છેલ્લા ૯ માસમાં ૧૬ નવી વંદે ભારત ટ્રેન સાથે દેશમાં કુલ ૧૮ વંદે ભારત ટ્રેન શરૂ થઇ ચુકી છે અને હજુ કેટલાય રૂટ પર આ ટ્રેન પાઈપલાઈનમાં છે મોદીજીનું વિઝન છે કે દેશમાં ૧૦૦ વંદે ભારત ટ્રેન દોડવી જોઈએ શું આ ભારતનો બદલાવ નથી..?

વિકાસની ગતિ એ જ પ્રગતિ મોદી જીને માત્ર ટ્રેન થી જ સંતોષ નથી તેઓ વોટર મેટ્રો દ્વારા પણ નવી સવલત પુરી પાડવા કટિબદ્ધ જણાય છે આ વોટર મેટ્રો પ્રોજેક્‍ટ મા હાલના પ્‍લાંનિંગ અનુસાર ૨૩ વોટર બોટ અને ૧૪ ટર્મિનલ હશે આ રૂટ કોચી અને આસપાસના ૧૦ ટાપુઓને જોડશે આવા પ્રોજેક્‍ટ મોદીજી દેશમાં અનેક જગ્‍યાએ કરશે શું આ ભારતનો બદલાવ નથી..?

નરેન્‍દ્રભાઈને રેલવે,વોટર મેટ્રો પ્રોજેક્‍ટને તો એક નવી ઊંચાઈ એ લઇ જ જવો છે પરંતુ તેઓ ઉડ્ડયન ક્ષેત્રે પણ પાછળ રહેવામાંગતા નથી નવી નવી સુવિધાઓ આપી આ ક્ષેત્રે અગ્રેસર જ રેહવું છે વર્ષ ૨૦૨૨માં ૩૫૨.૭૫ લાખ મુસાફરોએ ડોમેસ્‍ટિક ફલાઇટનો ઉપયોગ કર્યો હતો જે વર્ષ ૨૦૨૩માં આ સંખ્‍યા વધીને ૫૦૩.૯૨ લાખે પોહોંચી છે એટલે કે ડોમેસ્‍ટિક એરલાઇન્‍સની મુસાફરોની સંખ્‍યામાં ૪૨.૮૫ ટકા અધ..ધ..ધ...વૃદ્ધિ થવા પામી છે. એક વર્ષમાં માસિક વૃદ્ધિ દર ૨૨.૧૮ ટકા સાથે ફલાઇટ રદ્દ થવાનો દર ઘટીને ૦.૪૭ ટકા ઉપર પોહોંચ્‍યો છે સુવિધાની ઊંચી ઉડાન એટલે ભારત....

‘મેક ઈન ઇન્‍ડિયા ‘નોનારો પ્રારંભે અસરકારક જણાતો ન હતો પરંતુ સમય જતા એની અસર જોવા મળી રહી છે

આત્‍મનિર્ભરતાની દિશામાં ભારત સતત આગળ ધપી રહ્યું છે દેશમાં જ સંરક્ષણ સાધનોનો ઉત્‍પાદનના પ્રારંભથી દેશને બેવડો ફાયદો થશે આપણને આヘર્ય થશે પરંતુ તાજેતરમાં જ વધુ ૯૨૮ સંરક્ષણ ઉપકરણો નું પ્રોડક્‍શન દેશમાં જ કરવા ચોથી યાદી બહાર પાડવામાં આવી છે આના કારણે દેશમાં સુરક્ષાના  સાધનો નું ઉત્‍પાદન કરવાના અભિગમને વેગ મળશે આ અભિયાનને પગલે દેશમાં કરોડોના વિદેશી  હૂંડિયામણની બચત થશે આ ૯૨૮ ઉપકરણો  દેશમાં બનાવવામાં આવતા આશરે રૂ. ૭૧૫ કરોડના વિદેશી  હૂંડિયામણની બચત  શક્‍ય બનશે .

    ભારત સરકાર દ્વારા આગામી સમયમાં ૧૨૦૦ સાધનોનું દેશમાં ઉત્‍પાદન કરાશે જેને પગલે ભારત નું અન્‍ય દેશો પરનું અવલંબન ઘટી જશે આપણને આヘર્ય થશે પરંતુ લડાયક યુદ્ધ વિમાનો આપણા દેશમાં બનાવાઈ રહ્યા છે છેલ્લા ૫ વર્ષમાં ભારતમાંથી સંરક્ષણ સાધનોની નિકાસમાં ૩૩૪%નો વધારો થયો છે ભારત દ્વારા હાલ ૭૫ દેશોમાં સંરક્ષણ સાધનો અને સ્‍પેર પાર્ટ્‍સની નિકાસ કરાય છે એટલુંજ નહિ મોદી સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ૨૫ અબજ ડોલરના સંરક્ષણ સાધનોના  ઉત્‍પાદનનો લક્ષ્યાંક ન નક્કી કર્યો છે તેમજ વર્ષ ૨૦૨૫ સુધીમાં ૫ અબજ ડોલરની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે  દેશમાં જ સંરક્ષણ સાધનોના ઉત્‍પાદન થી ભારતની તાકાત વધશે... તાજેતરમાં જ હાર્ડલી ડેવિડસન એ પોતાની પેહલી ‘મેડ ઈન ઇન્‍ડિયા' બાઈક તૈયાર કરી છે જેનેનામ આપ્‍યું છે ‘એક્‍સ ૪૪૦ ‘જે હવે અન્‍ય બાઈકોને આપશે ટક્કર ભારત માટે કેવડી મોટી વાત કહેવાય....કેટલું સામર્થ્‍ય છે ભારતમાં કેટલી તકો ઉપલબ્‍ધ છે ભારતમાં, જરૂર છે માત્ર દિશા બતાવનારની... શું આ દેશનો બદલાવ નથી ..?

મોદીજીના સાશનકાળ દરમ્‍યાન ભારતના વિકાસની ગતિ સતત આગળ ધપવા લાગી એક ભાષામાં કહીયે તો વર્ષ ૨૦૧૪ બાદ દેશમાં દરેક વર્ષે એક નવું આઈઆઈટી તૈયાર થયું છે દર વર્ષે એક નવું આઈઆઇએમ તૈયાર થયું છે દર અઠવાડિયે એક નવી યુનિવર્સિટી બની છે દર  બે દિવસે નવી કોલેજ ખુલી છે તો દરરોજ એક નવા આઈટીઆઈનું નિર્માણ થયું છે ..શું આ દેશનો બદલાવ નથી..? 

આવી તો અનેક વસ્‍તુઓ નું નિર્માણ ભારતમાં શરુ થઇ ગયું છે અને આપણે નિકાસ પણ શરુ કરી દીધી છે અને નિકાસ પણ વધવા લાગ્‍યું. એપ્રિલ ૨૦૨૨માં ૭૨.૧૧ અરબ ડોલરની આયાત હતી જેની સામે એપ્રિલ ૨૦૨૩માં આ આંક ઘટીને ૬૬.૪૦ અરબ ડોલરે પોહોંચ્‍યો આવી જ રીતે નિકાસને જોઈએ તો એપ્રિલ ૨૦૨૨માં નિકાસ ૬૩.૭૫ અરબ ડોલર તો એપ્રીલ ૨૦૨૩માં આ નિકાસ વધીને ૬૫.૦૨ અરબ ડોલરે પોહોંચી છે.

નરેન્‍દ્રભાઈ એ દેશની અંદર પણ અનેક ઐતિહાસિક બદલાવો કર્યા, તેમને ભારત નુંનામ વિશ્વના ફલક પર જોવું છે જેમ દુબઇ અનેક વિશ્વ વિક્રમો ધરાવે છે તેમ ભારતમાં પણ આવું હોવું જોઈએ તેમ માને છે એટલુંજ નહિ એ દિશામાં કામ કરી પરિણામ પણ આપી ચુક્‍યા છે જેમકે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્‍ટેડિયમ આપણા ગુજરાતના અમદાવાદમાં નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ, વિશ્વના સૌથી ઊંચા ટેલ આર્ક બ્રિજ...ચનાબ ટેલ બ્રિજ... વિશ્વની સૌથી ઊંચી અને લાંબી ટનલ...અટલ ટનલ, વિશ્વના સૌથી મોટોએ ફલોટિંગ સોલાર પ્‍લાન્‍ટ એટલે ઓમકારેશ્વર ફલોટિંગ સોલાર પ્‍લાન્‍ટ.

   આ ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આપણા ગુજરાતના નર્મદા તટે...સ્‍ટેટ્‍યૂ ઓફ યુનિટી, દુનિયાનો સૌથી લાંબો રેલવે પ્‍લેટફોર્મ હુબલી રેલવે સ્‍ટેશન આવા અનેક વિક્રમો છેલ્લા ૯ વર્ષમાં સર્જાય ચુક્‍યા છે અને હજુ કેટલાક વિક્રમો બનવા જઈ રહ્યા છે શું  આ દેશનો બદલાવ નથી?

    દેશની જનતાને ઓછામાં ઓછી તકલીફ અને વધુમાં વધુ સવલત કેમ પુરી પાડી શકાય એમના ઉપર મોદી જી સતત નજર રહેતી હોય છે માત્ર દેશમાં રહેતા જ નહિ વિદેશમાં વસતા ભારતીયોની કોઈ પણ તકલીફમાં મોદી સરકાર સતત ખાડે પગે જોવા મળી છે ૨૦૧૬ના વર્ષમાં અફઘાનિસ્‍તાનમાં થયેલ રાજકીય અફરા તફરી વેળાએ ત્‍યાં ફસાયેલા આપણા ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં સફળ રહ્યા હતા સરકારે આ ઓપેરેશનનું નામ આપ્‍યું હતું. ઓપરેશન ‘દૈવીશક્‍તિ'  ત્‍યાર બાદ વર્ષ ૨૦૨૨માં યુક્રેનમાં  શરુ થયું  યુદ્ધ   અહીં પણ મોદી સરકારે પોતાની તમામ વગ વાપરી ત્‍યાં વસતા ભારતીયોને હેમ ખેમ ભારત પરત લાવી શક્‍યા  અનેક વાચકોને યાદ હશે કે એ વેળાએ માત્ર ભારતનો ઝંડો હાથમાં રાખવા થી સુરક્ષા સાથે દેશમાં થી બાહરનીકળવાની સવલત મળી હતી એટલુંજ નહિ ત્‍યાં સુધી સંભળાયું હતું કે અન્‍ય દેશોનાનાગરિકો એ પણ યુક્રેનમાંથી સુરક્ષિત બહારનીકળવા ભારતીય ઝંડાનો ઉપયોગ કર્યો હતો આ જ  વિદેશ રાજનીતિ પર રહેલ પોતાના  પ્રભાવનો પરચો મોદી જી એ આપ્‍યો આ વેળાએ મોદી સરકારે આ ઓપરેશન નુંનામ આપ્‍યું હતું ‘ઓપરેશન ગંગા', ત્‍યાર બાદ ફરી ૨૦૨૨માં જ સુદાનમાં સંકટમાં ફસાયેલ ભારતીયોને નિર્વિઘ્‍ને ભારત લાવ્‍યા મોદી સરકારે આ ઓપરેશનનું નામ ‘ઓપરેશન કાવેરી' આપ્‍યું  શું અગાઉની સરકારમાં આવું જોયું હતું ...? શું આ દેશનો બદલાવ નથી

 નરેન્‍દ્રભાઈના શાસન કાળમાં  માત્ર ભારતમાં જ નહિ વૈશ્વિક સ્‍તરે પણ ભારતની ડણક જોવા મળી છે એક સમયે વિદેશના રાજકીય આલમમાં આપણો ગજ વાગતો નહોતો જયારે આજે સ્‍તિથી વિપરીત છે, વર્ષ ૨૦૨૧માં ભારતને  ડબ્‍લ્‍યૂ.એચ.ઓના કાર્યકારી બોર્ડની અધ્‍યક્ષતા મળી તો આજ વર્ષમાં ભારતને યુનેસ્‍કોના કાર્યકારી બોર્ડની અધ્‍યક્ષતા પણ મળી એટલું જ નહિ વર્ષ ૨૦૨૧માં જ પ્રથમ વખત ભારતને યુએનએસસીની અધ્‍યક્ષતા મળી જયારે વર્ષ ૨૦૨૨માં યુએનએસસીની બીજી વખત અધ્‍યક્ષતા મળી ૨૦૨૩ના વર્ષમાં ભારતને જી-૨૦ની અધ્‍યક્ષતા મળી તથા આ જ વર્ષમાં એસસીઓની અધ્‍યક્ષતા મળી અને હવે આગામી વર્ષમાં ક્‍વાડની અધ્‍યક્ષતા પણ ભારતને મળશે સામાન્‍ય પ્રજાજનોને આ સિદ્ધિઓ વિષે કે તેમને મહત્‍વ વિષે કદાચ ઓછો ખ્‍યાલ હોય પરંતુ દેશના હજારો બુદ્ધિજીવીઓ આ પદનું મહત્‍વ સમજી શકે છે.. શું આ દેશનો બદલાવ નથી..?

(12:29 pm IST)