Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

લખનૌમાં રામચરિત માનસને લઈને વિવાદ હવે વધુ વકરતો

રામચરિત માનસમાંથી કેટલાક શ્લોકો દૂર કરવા ઓબીસી મહાસભાના સભ્યોની માગ તેમજ હિંદુ મહાસભા કાર્યવાહી કરે તેવી પણ ઈચ્છા દર્શાવીઃ જ્યાં સુધી ટિપ્પણીઓ દૂર નહી થાય ત્યાં સુધી વિરોધની ચીમકી ઉચ્‍ચારીઃ 'શ્રી રામચરિત માનસમાં મહિલા, શુદ્ર, દલિત સમાજ અને OBC સમાજ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ છે

નવી દિલ્‍હીઃ  રામચરિત માનસને લઈને વિવાદ હવે વધુ વકરતો જાય છે. અખિલ ભારતીય ઓબીસી મહાસભાના સભ્યોએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રામચરિત માનસની નકલો સળગાવી વિરોધ કર્યો હતો.

તેઓએ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યને પણ સમર્થન આપ્યું હતું. લખનૌની વૃંદાવન યોજનામાં આંબેડકર પાર્કના ગેટ પર તમામ લોકો એકઠા થયા હતા. શ્રી રામચરિત માનસના કેટલાક શ્લોકોને લઈને આ દિવસોમાં ઘણી બધી વાતો ચાલી રહી છે.

OBC મહાસભાએ કહ્યું, 'શ્રી રામચરિત માનસમાં મહિલા, શુદ્ર, દલિત સમાજ અને OBC સમાજ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ છે. અમે ઈચ્છીએ છીએ કે આ ટિપ્પણીઓને શ્રી રામચરિત માનસમાંથી દૂર કરવામાં આવે. જ્યાં સુધી બધી ટિપ્પણીઓ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે બધા આ રીતે વિરોધ કરતા રહીશું. વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું, 'જ્યારે દુનિયા ચંદ્ર પર જઈ રહી છે અને આગળ વધી રહી છે ત્યારે કેટલાક લોકો 85 ટકા સમાજને પછાત લઈ જવા માગે છે. આવા 15 ટકા લોકો છે.

બીજી તરફ સ્વામી ચક્રપાણી મહારાજે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું, 'હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પાસેથી કાર્યવાહીની માંગ કરું છું કે જેણે પણ આ કૃત્ય કર્યું છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડનારાઓ સામે હિંદુ મહાસભા કાર્યવાહી કરે છે. અખિલ ભારતીય ઓબીસી મહાસભાએ મૌર્યના સમર્થનમાં લખનૌના વૃંદાવન યોજના સેક્ટરમાં 'પ્રતિકાત્મક' વિરોધમાં શ્રી રામચરિત માનસના પૃષ્ઠોની નકલો સળગાવી હતી.

મહાસભાના અધિકારી દેવેન્દ્ર પ્રતાપ યાદવે કહ્યું, 'મીડિયાના એક વિભાગમાં કહેવામાં આવ્યું છે કે અમે રામચરિતમાનસની નકલો બાળી નાખી છે, તે કહેવું ખોટું છે. રામચરિતમાનસની વાંધાજનક ટિપ્પણીની ફોટોકોપીઓ, જે 'શુદ્રો' (દલિતો) અને મહિલાઓ વિરુદ્ધ હતી અને ફોટોકોપી કરેલા પાનાને પ્રતીકાત્મક વિરોધ તરીકે બાળી નાખવામાં આવ્યા હતા.'

(11:53 pm IST)