Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

અમેરિકાના પૂર્વ પ્રેસીડેન્‍ટ શરૂ કર્યુ અભિયાન

ટ્રમ્પએ :આવતા વર્ષે યોજનનાર ચૂંટણી માટે પાર્ટીની વાર્ષિક બેઠકથી પ્રચાર શરૂ કર્યો

 

નવી દિલ્‍હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી દીધી છે. લગભગ બે મહિના પહેલા જ તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ત્રીજીવાર નસીબ અજમાવવાની જાહેરાત કરી હતી. ન્યૂ હેમ્પશાયરના સેલમમાં રિપબ્લિકન પાર્ટીની વાર્ષિક બેઠકમાં ટ્રમ્પે પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો અભિયાન અહીંથી શરૂ કરીએ છીએ

ટ્રમ્પ કોલંબિયા જતા પહેલા સાલેમમાં રોકાયા હતા. તેમણે સાલેમમાં રિપબ્લિકન પાર્ટીના નેતાઓને દક્ષિણ કેરોલિનામાં તેમની પ્રચાર ટીમ સાથે પરિચય કરાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે હું વધુ મક્કમ છું.

અત્યારે માત્ર ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની ઉમેદવારી માટે પોતાનો દાવો જાહેર કર્યો છે. ફ્લોરિડાના ગવર્નર આર ડીસેન્ટ્સે પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ, સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલી સહિત કેટલાક સંભવિત ઉમેદવારો આગામી મહિનાઓમાં તેમની ચૂંટણી ઝુંબેશ શરૂ કરે તેવી આશા વ્યક્ત કરાવામાં આવી રહ્યો

(11:02 pm IST)