Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું 'બીજા કોઈ પીએમ હોત તો મને મંત્રી ન બનાવત'

તેમણે વધુમાં જણાવ્યુ કે જો નરેન્દ્રભાઈ વડાપ્રધાન ન હોત તો હું રાજકારણમાં જ ન આવ્યો હોત

પુણે : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમનું માનવું છે કે જો પીએમ મોદીની જગ્યાએ કોઈ અન્ય વડાપ્રધાન હોત તો તેઓ તેમને મંત્રી ન બનાવત.

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે (28 જાન્યુઆરી) કહ્યું છે કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય કોઈ અન્ય વડા પ્રધાન હોત તો તેઓ કદાચ મને પ્રધાન ન બનાવતા. તેમણે મહારાષ્ટ્રના પુણેમાં તેમના અંગ્રેજી પુસ્તક The India Way: Strategies for an uncertain World ના વિમોચન પ્રસંગે આ વાત કહી. આ પુસ્તકનો મરાઠીમાં અનુવાદ પણ થયો છે.

પુણેમાં જયશંકરે કહ્યું કે વિદેશ સચિવ બનવું એ તેમની મહત્વાકાંક્ષાની મર્યાદા છે. તમને જણાવી દઈએ કે મંત્રી બનતા પહેલા જયશંકર વિદેશ મંત્રાલયમાં વિદેશ સચિવના પદ પર હતા. તેમણે કહ્યું, “મેં ક્યારેય મંત્રી બનવાનું વિચાર્યું નહોતું, વિદેશ સચિવ બનવું એ મારી મહત્વાકાંક્ષાની સીમા હતી. મને નથી લાગતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય કોઈ વડાપ્રધાન હોત તો તેમણે મને મંત્રી બનાવ્યો હોત.

પોતાની વાત આગળ રાખીને તેમણે કહ્યું કે હું મારી જાતને પણ ઘણી વખત પૂછું છું કે જો તેઓ વડાપ્રધાન ન હોત તો શું મારામાં રાજકારણમાં આવવાની હિંમત હોત? મને ખબર નથી! આ ઉપરાંત તેમણે પૂર્વ વિદેશ મંત્રી દિવંગત નેતા સુષ્મા સ્વરાજ સાથે કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેણીનું વર્ણન કરતા જયશંકરે કહ્યું, “અમારી પાસે ખૂબ સારા મંત્રી સુષ્મા સ્વરાજ હતા અને તેઓ વ્યક્તિગત રીતે પણ ઘણા સારા હતા. હું કહીશ કે અમારું સંયોજન ખૂબ સારું હતું, એક મંત્રી અને સચિવનું સંયોજન."

આ ઉપરાંત તેમણે સેક્રેટરી અને મંત્રી વચ્ચેનો તફાવત પણ જણાવ્યો હતો. તેણે કહ્યું, “મેં એક વાત શીખી છે કે બન્નેની જવાબદારીઓમાં તફાવત છે. સચિવની ઉપર મંત્રી છે, જે સંસદને જવાબદાર છે, જાહેરમાં જવાબદાર છે, જે સુરક્ષા અને આરામ આપે છે. તમે જાણો છો કે અમે એક છત્ર હેઠળ કામ કરી રહ્યા છીએ."

(7:44 pm IST)