Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

કેનેરી ટાપુ પરથી પશુઓને લઇ જતા જહાજ પર સ્‍પેનિશ પોલીસે દરોડો પાડ્યોઃ ૪.પ ટન કોક્રેઇન જપ્‍ત કર્યુ

- ગુનેગારી પશુઓને ઢાલ બનાવી ગેરકાયદેસર વસ્‍તુઓની હેરાફેરી શરૂ કરી છે

સ્પેનિશ પોલીસે કેનેરી ટાપુ પરથી પશુઓને લઈ જતા જહાજ પર દરોડા પાડી 4.5 ટન કોકેઈન જપ્ત કર્યું હોવાની વિગતો સામે આવી છે. આ કોકેઈનની અંદાજિત કિંમત 105 મિલિયન યુરોની (114 મિલિયન યુએસ ડોલર) હોવાનું પોલીસે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

સ્પેનિશ પોલીસ દ્વારા મંગળવારે આ જહાજમાં દરોડા પાડ્યા હતા. દરોડા પહેલા આ જહાજ 12 દેશોની અલગ અલગ બંદરગાહ પર રોકાયું હતું. પોલીસે જણાવ્યું કે ગુનેગારોએ હવે પશુઓને ઢાલ બનાવીને ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી શરૂ કરી છે.

સ્પેનની પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલીક આતંરરાષ્ટ્રીય સંસ્થાઓ લેટિન અમેરિકી દેશોમાંથી (દક્ષિણ અમેરિકા ખંડના કેટલાક દેશ) યુરોપમાં ડ્રગ્સ પહોંચાડવા માંગે છે. પોલીસે કહ્યું કે આ જહાજમાં કોલમ્બિયાથી સવાર થયેલા 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(11:34 pm IST)