Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં નેશનલ હાઈવે-30 પર ઓવરબ્રિજ નીચે બોમ્બ મળતા ખળભળાટ

બોમ્બ પાસે મળેલા કાગળના ટુકડામાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો ઉલ્લેખ: એક અઠવાડિયામાં ટાઈમ બોમ્બ મળવાની આ ત્રીજી ઘટના

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના મૌગંજ વિસ્તારમાં નેશનલ હાઈવે-30 પર સ્થિત ઓવરબ્રિજ નીચે બોમ્બ જેવું ઉપકરણ મળી આવ્યું છે. જેના કારણે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.આ માહિતીના આધારે પહોંચેલી પોલીસ ટીમે તેને ડિફ્યુઝ કરી દીધો છે. નોંધનીય છે કે અગાઉ જિલ્લાના અન્ય સ્થળોએ પણ આવા ઉપકરણો મળી આવ્યા છે.

હાલ આ ઉપકરણો રાખવા પાછળ કોનો હાથ છે અને કયા હેતુથી લગાવવામાં આવ્યા છે તે જાણી શકાયું નથી પરંતુ આવી ઘટનાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.પોલીસે ઉપકરણને ડિફ્યુઝ કર્યું છે અને માહિતી આપનારને 10 હજારનું ઈનામ જાહેર કર્યું છે.

રીવાના મૌગંજમાં નેશનલ હાઈવે-30 પર સ્થિત ઓવર બ્રિજની નીચે કથિત ટાઈમ બોમ્બની માહિતી મળતાં ફરી એકવાર હંગામો મચી ગયો છે. બોમ્બ પાસે મળેલા કાગળના ટુકડામાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો ઉલ્લેખ છે. એક અઠવાડિયામાં ટાઈમ બોમ્બ મળવાની આ ત્રીજી ઘટના છે. ભારે પોલીસ દળ સ્થળ પર તૈનાત છે, જ્યારે હાઇવેનો માર્ગ સંપૂર્ણપણે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલ બોમ્બ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર હાજર છે. જેના દ્વારા બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે

રીવા જિલ્લાના મૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સ્થિત નેશનલ હાઈવે 30 પર ફરી એકવાર ઓવરબ્રિજની નીચે મળેલા કથિત ટાઈમ બોમ્બે લોકોને ગભરાટમાં મુકી દીધા છે. સતત બોમ્બ મળવાની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં ટાઈમ બોમ્બની આ ત્રીજી ઘટના છે. પોલીસના હાથ હજુ ખાલી છે.

(12:20 am IST)