Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી પૂર્ણ:બીટિંગ ધ રિટ્રીટમાં રાષ્ટ્રપતિ અને પીએમ રહ્યા ઉપસ્થિત

સમારોહમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા: સમગ્ર સમારોહમાં 44 બગલર, 16 ટ્રમ્પેટ પ્લેયર્સ અને 75 ડ્રમરોએ ભાગ લીધો

નવી દિલ્હી :ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી શનિવારે પૂર્ણ થઈ છે. દિલ્હીના વિજય ચોક ખાતે બીટીંગ રીટ્રીટ સેરેમની દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. બીટીંગ રીટ્રીટ સેરેમનીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતુ. આ સમારોહમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા. પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમારોહ દ્વારા ઔપચારિક રીતે સમાપ્ત થાય છે. દેશની રાજધાનીના વિજય ચોક ખાતે દર વર્ષે 29 જાન્યુઆરીએ બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ સાથે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીનો અંત આવે છે.

બીટિંગ રીટ્રીટ માટે 26 ધૂન સૂચિબદ્ધ કરવામાં આવી હતી. જેમાં કેરળ હિંદ કી સેના અને એ મેરે વતન કે લોગોંની ધૂન સામેલ હતી. આર્મી મિલ બેન્ડએ કેરળ, સિક્કી-એ-મોલ અને હિંદ કી સેનાની ધૂન વગાડી હતી. માસ્ડ બેન્ડએ કદમ કદમ બઢાએ જાની ધૂન પર પર્ફોમન્સ આપ્યું. બગલર્સે ઇકબાલ દ્વારા લખાયેલ ગીત સારે જહાં સે અચ્છાની ધૂન વગાડી હતી. સમગ્ર સમારોહમાં 44 બગલર, 16 ટ્રમ્પેટ પ્લેયર્સ અને 75 ડ્રમરોએ ભાગ લીધો હતો.

બિટિંગ રિટ્રીટ સેરેમનીમાં લગભગ એક હજાર સ્વદેશી નિર્મિત ડ્રોન લાઈટ શો ઉજવણીમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો. રક્ષા મંત્રાલયના સહયોગથી બોટલેબ ડાયનામિક્સ પ્રાઈવેટ લિમિટેડએ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા માટે અનોખો ડ્રોન શોની સંકલ્પના તૈયાર કરી હતી. 10 મિનિટના આ ડ્રોન લાઈટ શો દ્વારા રાત્રીના અંધકારમાં ઘણી રચનાત્મક સંરચનાઓના માધ્યમથી 75 સરકારી ઉપબલ્ધિઓને પ્રદર્શિત કરવામાં આવી. મેક ઈન ઈન્ડિયાના ચિહ્ન. આઝાદીનો અમૃત મહોત્સવ જેવા અભિયાનોને પણ ડ્રોન દ્વારા રજૂ કરવામાં આવ્યા.

બિટિંગ રિટ્રીટ સેરેમનીના ઉપલક્ષ્‍યમાં નોર્થબ્લોક અને સાઉથ બ્લોકની પ્રાચીરો પર પહેલી વખત એક લેઝર શો આયોજીત કરવામાં આવ્યા. બોટલેબ ડાયનેમિક્સ પ્રાઈવેટ લિમિટેડને આ થ્રીડી કોરિયોગ્રાફ ડ્રોન લાઈટ શો માટે 500થી એક હજાર ડ્રોનથી સજ્જ ખાસ ડિઝાઈન અને વિકાસ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.

(12:07 am IST)