Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

હવે ભારતે અફગાનિસ્તાનને મદદ કરવા હાથ લંબાવ્યો પાકિસ્તાનના રસ્તે 50,000 ટન ઘઉં - દવાઓ મોકલાશે

કોન્ટ્રાકટરોની યાદી પાકિસ્તાન સાથે શેર કરાઈ:ભારત પાકિસ્તાનના રસ્તાનો ઉપયોગ કરવા માટે સાત ઓકટોબરથી કોશિશ કરી રહ્યુ હતુ

નવી દિલ્હી :અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાને કબ્જો જમાવ્યા બાદ દેશ આર્થિક સંકટ અને ભૂખમરા સામે ઝઝૂમી રહ્યું છે. તેવામાં હવે ભારતે અફગાનિસ્તાનને મદદ કરવા હાથ લંબાવ્યો છે.

ભારત માનવીય સહાયના ભાગરુપે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના રસ્તા થકી ઘઉં પહોંચાડવા માટે પાકિસ્તાન સાથે ચર્ચા કરી રહ્યુ હતુ. અંતે આ મુદ્દે બંને દેશો વચ્ચે સંમતિ સંધાઈ ગઇ છે.

પાકિસ્તાનના રસ્તે થઈને ભારત અફઘાનિસ્તાનને 50,000 ટન ઘઉં અને દવાઓની પહેલી ખેપ પહોંચાડશે. જેની શરુઆત ફેબ્રુઆરીથી થશે.

પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ પોતાના ટ્રકો થકી કાબુલને માનવીય સહાતા પહોંચાડવા માંગતુ હતુ. પાકિસ્તાને હવે એ વાત પર સહમતિ દર્શાવી છે કે, અફઘાનિસ્તાનની ટ્રકો દ્વારા ઘઉંને અફઘાનિસ્તાન પહોંચાડશે.આ માટેના કોન્ટ્રાકટરોની યાદી પાકિસ્તાન સાથે શેર કરાઈ છે. ભારત પાકિસ્તાનના રસ્તાનો ઉપયોગ કરવા માટે સાત ઓકટોબરથી કોશિશ કરી રહ્યુ હતુ.

(9:57 pm IST)