Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

જાહેર સેવકો સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે પૂર્વ મંજૂરી જરૂરી છે : પૂર્વ IPS ઓફિસર નઝરુલ ઇસ્લામે પોતાની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી પ્રમોશન રોકવામાં આવતા કલકત્તા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા : જાહેર સેવકો નિર્ભયતાથી ફરજ બજાવી શકે તે માટે તેમના વિરુદ્ધ ફોજદારી પ્રક્રિયા કરતા પહેલા મંજૂરી જરૂરી હોવાનું નામદાર કોર્ટનું મંતવ્ય

કોલકત્તા : પૂર્વ IPS ઓફિસર નઝરુલ ઇસ્લામે પોતાની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી પ્રમોશન રોકવામાં આવતા કલકત્તા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે જાહેર સેવકો સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે પૂર્વ મંજૂરી જરૂરી છે .તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરવા બદલ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને રાજ્યના અન્ય ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ.

સંહિતા, 1973 (CrPC) ની કલમ 156(3) હેઠળ તપાસ પ્રક્રિયા પણ ગતિમાં મૂકતા પહેલા જાહેર સેવકો સામે કાર્યવાહી કરવા માટે પૂર્વ મંજૂરી જરૂરી છે.

 જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે સંહિતા, 1973 (CrPC) ની કલમ 156(3) હેઠળ ફોજદારી તપાસ પ્રક્રિયા ગતિમાં મૂકતા પહેલા જાહેર સેવકો સામે કાર્યવાહી કરવા માટે પૂર્વ મંજૂરી જરૂરી છે.

ન્યાયાધીશ તીર્થંકર ઘોષે અવલોકન કર્યું કે કલમ 197 CrPC ની જોગવાઈ જે પૂર્વ મંજૂરી માટે સૂચવે છે તે જાહેર સેવકોને કોઈપણ ભય અથવા તરફેણ વિના તેમની ફરજો નિભાવવામાં સક્ષમ બનાવવા માટે સામેલ કરવામાં આવી છે અને આ રીતે તપાસ શરૂ કરતા પહેલા તેનું સંકલન કરવું આવશ્યક છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:43 pm IST)