Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

૨૪ કલાકમાં ૨.૩૫ લાખ નવા કેસ : ૮૭૧ના મોત

કોરોનાના કેસમાં ઘટાડો : મોત વધ્‍યા

નવી દિલ્‍હી તા. ૨૯ : દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨ લાખ ૩૫ હજાર ૫૩૨ નવા કેસ નોંધાયા છે અને ૮૭૧ લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્‍મકતા દર હવે ઘટીને ૧૩.૩૯ ટકા પર આવી ગયો છે.  જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્‍થિતિ શું છે.
કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્‍ટિવ કેસની સંખ્‍યા ૨૦,૦૪,૩૩૩ થઇ ગઇ છે. તે સિવાય છેલ્લા ૨૪ કલાકમાં ૩,૩૫,૯૩૯ કોરોનાના દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે. તે સિવાય અત્‍યાર સુધીમા ૧,૬૫,૦૪,૮૭,૨૬૦ લોકોને વેક્‍સિન આપવામાં આવી છે.
કેન્‍દ્રિય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમાં હજુ એક્‍ટિવ કેસની સંખ્‍યા વધીને ૨૦ લાખ ચાર હજાર ૩૩૩ થઇ ગઇ છે. જયારે કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્‍યા વધીને ૪ લાખ ૯૩ હજાર ૧૯૮ થઇ ગઇ છે. આંકડાઓ અનુસાર ગઇકાલે ત્રણ લાખ ૩૫ હજાર ૯૩૯ લોકો સ્‍વસ્‍થ થયા હતા. ત્‍યારબાદ અત્‍યાર સુધીમાં ૩ કરોડ ૮૩ લાખ ૬૦ હજાર ૭૧૦ લોકો સ્‍વસ્‍થ થઇ ચૂક્‍યા છે. અત્‍યાર સુધીમાં કોરોનાની રસીના ૧૬૫ કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્‍યા છે. ગઇકાલે ૫૬ લાખ ૭૨ હજાર ૭૬૬ ડોઝ આપવામાં આવ્‍યા છે ત્‍યારબાદ અત્‍યાર સુધીમાં વેક્‍સિનની ૧૬૫ કરોડ ચાર લાખ ૮૭ હજાર ૨૬૦ ડોઝ અપાઇ ચૂકી છે.
કેન્‍દ્ર સરકાર પાંચ રાજયોમા કોરોનાની સ્‍થિતિની સમીક્ષા કરશે. કેન્‍દ્રિય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી મનસુખ માંડવિયા બિહાર, ઓડિશા, ઝારખંડ, પヘમિ બંગાળ અને છત્તીસગઢમાં ઓમિક્રોન વેરિઅન્‍ટને ધ્‍યાનમાં રાખી કોરોનાની સ્‍થિતિ, સાર્વજનિક સ્‍વાસ્‍થ્‍યની તૈયારીઓ અને ઉપાયોની સમીક્ષા કરશે. કેન્‍દ્રિય મંત્રી બપોરે ત્રણ વાગ્‍યે વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી રાજયોમાં કોરોનાની સ્‍થિતિની સમીક્ષા કરશે.


 

(11:23 am IST)