Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

આવો કેવો બાપ ? ભગવાનની હાજરીમાં ૧૦૦નાં સ્‍ટેમ્‍પ ઉપર સગી દીકરીને કરી દીધી દાન : હાઇકોર્ટે બાપને ખખડાવી નાખ્‍યો

છોકરી દાનમાં આપી શકાય તેવી મિલકત નથી

મુંબઇ,તા. ૨૯ : બોમ્‍બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્‍ચે એક વ્‍યક્‍તિએ પોતાની ૧૭ વર્ષની પુત્રીને તાંત્રિકને ‘દાન' કરવા સામે સખત વાંધો ઉઠાવતા કહ્યું છે કે છોકરી દાનમાં આપી શકાય તેવી મિલકત નથી. જસ્‍ટિસ વિભા કંકણવાડીની સિંગલ બેન્‍ચે આ મહિનાની શરૂઆતમાં તાંત્રિક શંકેશ્વર ઢાંકે અને તેના શિષ્‍ય સોપાન ઢાકનેની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્‍પણી કરી હતી. સગીર બાળકી પર કથિત દુષ્‍કર્મ કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.
બંને આરોપીઓ જાલના જિલ્લાના બદનાપુર સ્‍થિત મંદિરમાં બાળકી અને તેના પિતા સાથે રહેતા હતા. છોકરીએ ઓગસ્‍ટ ૨૦૨૧ માં બળાત્‍કારના આરોપમાં બંને વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી, જેના પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ન્‍યાયાધીશ કંકણવાડીએ તેમના આદેશમાં, પ્રોસિક્‍યુશન કેસની નોંધ લીધી હતી કે ૨૦૧૮ માં ૧૦૦ રૂપિયાના સ્‍ટેમ્‍પ પેપર પર છોકરીના પિતા અને તાંત્રિક  વચ્‍ચે તેના પ્રકારનું પ્રથમ ‘દાન પેપર' આપવામાં આવ્‍યું હતું.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, એવું કહેવાય છે કે વ્‍યક્‍તિએ પોતાની દીકરી બાબાને દાનમાં આપી હતી અને એવું પણ કહેવાય છે કે આ ‘કન્‍યાદાન' ભગવાન સમક્ષ કરવામાં આવ્‍યું છે. યુવતીના પોતાના નિવેદન મુજબ તે સગીર છે, તો પછી તેના પિતાએ બાળકીને કેમ ‘ડોનેટ' કરી જયારે વ્‍યક્‍તિ પોતે જ તેના વાલી છે.
કોર્ટે બાળ કલ્‍યાણ સમિતિને આ અંગે તપાસ હાથ ધરવા અને તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપતા કહ્યું હતું કે, ‘તે છોકરીના ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખીને છે અને તે (છોકરી) કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ન થવી જોઈએ.' કોર્ટે , બંનેને રૂ. ૨૫,૦૦૦ના જામીન બોન્‍ડની શરતે જામીન આપતાં, કેસની આગામી સુનાવણી માટે ૪ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.


 

(10:57 am IST)