Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

અખિલેશ યાદવનું હેલિકોપ્ટર કોઈ વીવીઆઈપી મૂવમેન્ટને કારણે નહીં:કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશનને લીધે રોકાયું'તું

અખિલેશ યાદવે આજે ભાજપ સરકાર પર હેલિકોપ્ટરને ટેક ઓફ કરતા રોકવાનો આરોપ લગાવ્યો હતો

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના હેલિકોપ્ટરને દિલ્હીમાં રોકી રાખવાના આરોપો બાદ એક મહત્વનો ખુલાસો થયો છે. સુત્રો પાસેથીમળતી માહિતી પ્રમાણે અખિલેશ યાદવનું હેલિકોપ્ટર કોઈ વીવીઆઈપી મૂવમેન્ટને કારણે નહીં પરંતુ કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશનને કારણે રોકાયું હતું.

બીજી તરફ અખિલેશ યાદવે આજે ભાજપ સરકાર પર હેલિકોપ્ટરને ટેક ઓફ કરતા રોકવાનો આરોપ લગાવ્યો હતો.

પૂર્વ સીએમ અખિલેશ યાદવ આજે મુઝફ્ફરનગરમાં પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચવાના હતા, પરંતુ તેમનું હેલિકોપ્ટર સમયસર ઉપડી શક્યું ન હતું.

હેલિકોપ્ટર યોગ્ય સમયે ઉડાન ભર્યા પછી, અખિલેશ યાદવે લગભગ 2.34 વાગ્યે એક ટ્વિટ કર્યું. તેણે ટ્વિટ દ્વારા આરોપ લગાવ્યો છે કે તેમને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે. હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

અખિલેશ યાદવે ટ્વિટર પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, "મારું હેલિકોપ્ટર હજુ પણ કોઈ કારણ વગર દિલ્હીમાં રાખવામાં આવ્યું છે અને તેને મુઝફ્ફરનગર જવા દેવામાં આવી રહ્યું નથી. જ્યારે ભાજપના એક ટોચના નેતા હમણાં જ અહીંથી ઉડી ગયા છે. હારેલી ભાજપનું આ એક ભયાવહ કાવતરું લોકો બધું સમજી રહ્યા છે.

(12:00 am IST)