Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પીએનબી કોંભાડમાં ઇડી અને આઇટીના દરોડાનો દોર જારી

૫૮૮૧ કરોડની કિંમતની સંપત્તિ જપ્ત કરાઇ છે : વધુ કેટલાક લોકો હજુ પણ સકંજામાં આવે તેવી સંભાવના

નવી દિલ્હી,તા. ૨૨ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર ૧૧૪૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક છેતરપિડી કોંભાડના મામલે વ્યાપક દરોડાનો દોર જારી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઇ અને આવકવેરા વિભાગ દ્વારા વ્યાપક તપાસ કરવામા ંઆવી રહી છે. કેટલીક નવી વિગત સપાટી પર આવી શકે છે. ઇડીની તપાસ જારી રહી છે. મુંબઇમાં ચાર શેલ કંપનીઓ સહિત દેશમાં ૧૭ જગ્યાએ બુધવારના દિવસે વ્યાપક તપાસ કરવામા ંઆવ્યા બાદ હજુ તપાસ ચાલી રહી છે. બીજી બાજુ આવકવેરા વિભાગ દ્વારા પણ આ મામલે પોતાની તપાસ હેઠળ ૧૪૫ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઇડીએ બુધવારના દિવસે જ ૧૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. નવેસરની સંપત્તિ જપ્ત કરવાની સાથે જ ઇડી દ્વારા હજુ સુધી જપ્ત કરવામાં આવેલા હિરા, જ્વેલરી અને અન્ય સોના ચાંદીની કુલ કિંમત ૫૭૩૬ કરોડની આસપાસ પહોંચી ગઇ છે. આ રીતે પીએનબી  ફ્રોડ કેસમાં ઇડી અને ઇન્ક્મ ટેક્સ વિભાગ દ્વારા કુલ મળીને ૫૮૮૧.૭૪ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. હજુ જંગી સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે. સીબીઆઈ, ઈડી અને આવકવેરા વિભાગ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગે નિરવ મોદીના ૧૪૫.૭૪ કરોડ જપ્ત કરી લીધા છે. આ ઉપરાંત આ ગ્રુપના ૧૪૧ બેંક ખાતા અને એફડી પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. કૌભાંડના સંદર્ભમાં કોઈ વિવાદના ઉકેલ માટે નાણાં મંત્રાલય ટૂંક સમયમાં જ પંજાબ નેશનલ બેંકના ટોચના અધિકારીઓ અને અન્ય બેંકોના અધિકારીઓ સાથે બેઠક કરશે. કૌભાંડના પરિણામસ્વરૂપે ૧૧૪૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ ચુકી છે. આ ૧૧૪૦૦ કરોડની ચુકવણી કઈ રીતે કરવામાં આવે તેની લઈને મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.  પીએનબી ફ્રોડ કેસમાં તમામ ચાર આરોપીને પાંચમી માર્ચ સુધી પોલિસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ચાર આરોપીઓમાં વિપુલ અંબાણીનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં સીબીઆઈ કોર્ટ દ્વારા આ મુજબનો આદેશ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે ે ૧૧૪૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરતી જાહેર હિત અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુનાવણીને મોકુફ કરી હતી. કેન્દ્ર સરકારે નિરવ મોદીના ફરાર થવા અંગે અને સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીનો વિરોધ કર્યો હતો. આ મામલામાં ૧૬મી માર્ચના દિવસે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં ઇડી દ્વારા સ્વતંત્ર તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીએ કોંભાડના આરોપી નીરવ મોદી અને તેમના મામા તેમજ ગીતાંજલિ જ્વેલર્સના ચેરમેન મેહુલ ચૌકસી તેમજ અન્યો સાથે જોડાયેલી શેલ કંપનીઓની સામે કાર્યવાહી વધારે ઝડપી બનાવી ચુકી છે. ઇડીની ટીમ મુંબઇના ઓપેરા હાઉસ, પેદ્દાર રોડ, ગોરેગામ  અને અન્ય ક્ષેત્રોમાં આવેલી એવી કંપનીઓની સામે કાર્યવાહી કરી છે. દેશભરમાં જુદા જુદા સ્થળો પર વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ તપાસ વધારે તીવ્ર બનાવવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. દેશભરમાં આ કોંભાડના કારણે સનસનાટી મચી ગઇ છે. 

(12:49 pm IST)