Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

મૌલાના અબુલ કલામ આઝાદ : ૬૦મી પૂણ્યતિથિ

૧૧ નવેમ્બરના રોજ તેમના જન્મદિવસે પૂરા ભારતમાં 'રાષ્ટ્રીય શિક્ષા દિન' તરીકે મનાવવામાં આવે છે

આઝાદનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૮એમક્કાશરીફ. સઉદી અરબીમાં થયો હતો. તેમનુંસાચું નામ અબુલ કલામગુલામ મુહિયુદ્દીન હતું. જેપછીથી બદલીને મૌલાનાઆઝાદ થયું. આઝાદનાપિતા મૌલાના મુહમ્મદખૈરૂદ્દીન એક વિદ્વાન લેખકહતા. જેમના ઘણા પુસ્તકોપ્રકાશિત થઈ ચૂક્યા હતાજ્યારે તેમની માતા એકઅરબી હતા. પહેલા તેમનોપરિવાર બંગાફ્ર પ્રાંતમાંરહેતો હતો. પરંતુ સિપાહી વિદ્રોહ દરમ્યાન તે મક્કાશરીફ જતા રહ્યાજ્યાં મૌલાના આઝાદનોજન્મ થયો અને ૧૮૯૦માંતે પોતાના પરિવાર સાથે કલકત્તા પાછા આવી ગયા.પરિવારના રૂઢિવાદી પરંપરાને કારણે આઝાદનેઈસ્લામી શિક્ષણનુંઅનુસરણ કરવું પડ્યું.આઝાદ પહેલા અરબી અને    ફારસી શીખ્યા અને પછીદર્શનશાસ્ત્ર રેખાગણિત,ગણિત અને બીજ ગણિતનોઅભ્યાસ કર્યો. અંગ્રેજી ભાષા, વિશ્વનો ઈતિહાસ અને રાજનીતિ શાસ્ત્ર તેમણેસ્વયં અભ્યાસ દ્વારા શીખ્યો.તેમણે ઘણા લેખ લખ્યા અને અખિલ ઈસ્લામીસિદ્ધાંતો અને સર સૈયદઅહમદખાનના વિચારોમાંપોતાની રૂચિ વધારી,અખિલ ઈસ્લામી ભાવનાથીઓતપ્રોત થઈને તેમણેઅફઘાનિસ્તાન, ઈરાક,સીરિયા અને તુર્કીનો પ્રવાસકર્યો. આઝાદને તે સમયેઘણી ભાષાઓ આવડતીહતી. જેમ કે ઉર્દૂ, હિન્દી,પ'શયન, બંગાફ્રી, અરબીઅને ઈંગ્લિશ તે મજાહિબહનફી, માલિકી, શફીવગેરેમાં ઉસ્તાદ હતા.આઝાદ પોતાની યુવાનીના દિવસોમાં ઉર્દૂભાષાની કવિતાઓ પણલખતા હતા પરંતુ એકપત્રકાર રૂપે તે વધારે પ્રખ્યાત હતા. જે પોતાના લેખમાં બ્રિટીશ રાજ વિરૂદ્ધ લખીને તેને પ્રકાશીત કરતા હતા.

આઝાદી પછી ખિલાફત આંદોલનના નેતા બન્યા જયાં તેમનો સંબંધ મહાત્મા ગાંધીથી થયો.

મહાત્મા ગાંધીના અહિંસા આંદોલનની આઝાદપર ઘણો પ્રભાવ પડ્યો અનેતે ગાંધીજીના અનુયાયી બનીગયા. ગાંધીજીની જેમ તે પણસ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરતા હતા.૧૯ર૩માં ૩પ વર્ષનીઉંમરમાં સૌથી  નાની વયના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રૂપે સેવા આપી. જે સમયે ભારતમાંસાંપ્રદાયિક ધર્મોની વચ્ચે ભાગલાની વાત ચાલી રહીહતી તે સમયે તે વિવિધ ધર્મોવચ્ચે મીઠા સંબંધ બનાવવાનુંકામ કરી રહ્યા હતા. ભારતના શિક્ષણમંત્રી તરીકેતેમણે ગરીબોને પ્રાથમિકઅને માધ્યમિક શિક્ષણ મફતમાં ઉપલબ્ધ કરાવ્યું.સાથે જ ભારતીય તંત્ર જ્ઞાનસંસ્થા અને યુનિવર્સિટીગ્રાન્ટ કમિશનની પણસ્થાપના કરી.

આઝાદ ભારતના પ્રથમશિક્ષણમંત્રી મૌલાના અબુલકલામ આઝાદે ૧પ ઓગસ્ટ૧૯૪૭થી ર ફેબ્રુઆરી ૧૯પ૮ સુધી દેશની સેવા કરી અને તેમના જન્મદિનને આજે પૂરું ભારત 'રાષ્ટ્રીય શિક્ષા દિન' રૂપે મનાવે છે.      ભારતમાં  રાષ્ટ્રીય શિક્ષાદિન દર વર્ષે ૧૧ નવેમ્બરે મનાવવામાં આવે છે.

૧૯૯રમાં તેઓનેમરણોપરાંત ભારતીય નાગરિકત્વનો સૌથી મોટોપુરસ્કાર 'ભારત રત્ન'થી  સન્માનિત કરવામાંઆવ્યા.

૧૯૪રમાંભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું મુંબઈમાં થયેલ અધિવેશનના મૌલાના આઝાદ અધ્યક્ષ હતા. તેમની જ અધ્યક્ષતામાં'છોડો ભારત'નો  પ્રસ્તાવ પસાર કર્યો. આઝાદ એમનાશિક્ષણમંત્રી રૂપે સામેલ હતા. તેમના મૃત્યુ સુધી તેઆ સ્થાન પર હતા.

મોહિઉદ્દીન અહમદ ખૈરૂદ્દીન બખી : જન્મ : ૧૧ નવેમ્બર ૧૮૮૮, જન્મસ્થળ : મક્કાશરીફ, મૃત્યુ : રર ફેબ્રુઆરી ૧૯પ૮ (દિલ્હી), પિતા : મૌલાના ખૈરૂદ્દીન, માતા : આલિયા બેગમ, શિક્ષણ : 'દર્સ-એ-નિઝામિયા' પારસી ભાષામાંઉત્તીર્ણ થઈને 'આલીમ પ્રમાણપત્ર', લગ્ન : ઝુલેખા બેગમ સાથે, કાર્યક્ષેત્ર : ભારતના પ્રથમ શિક્ષણમંત્રી ૧૯૪૭, આંદોલન : ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ, મુખ્ય સંગઠન : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ.

(12:47 pm IST)