Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જયાં અરજી - જેવી અરજી - જેની ઈચ્છો તેની કરાવી લ્યો બદલી : ઓર્ડર જારી

વસુંધરા સરકારની ભાજપના કાર્યકરોને ઓફર : પેટાચૂંટણીઓમાં પરાજય થતાં ભાજપના નેતાઓને આકર્ષિત કરવા વસુંધરા સરકારનો વિવાદાસ્પદ નિર્ણય : ટીચર્સ એસોસીએશન અને વિપક્ષે આ નિર્ણયનો વિરોધ કર્યો

જયપુર, તા.ર૨ : રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા  આદેશને પગલે વિરોધ થયો હતો સરકારે ભાજપના સભ્યો માટેખાસ વ્યવસ્થા ગોઠવાતા વિવાદ થયો હતો એટલું જ નહીં ટીચર્સ એસોસિએશન દ્વારા આ નિર્ણયનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપ સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો કેતે નીતિ વિષયક નિર્ણયોમાં પણ રાજકારણ ઘૂસાડવા માંગે છે.શિક્ષણ વિભાગમાં કાર્યરત પોતાના સગાઓની બદલી માટે માંગકરવા ભાજપના સભ્યોને આદેશ જારી કરાયો છે.

૧૬ ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા આદેશમાં ધારાસભ્યોઅને જિલ્લા પ્રમુખોએ પોતાના સગાઓની બદલી માટે ઈ-મેઈલકરવા જણાવાયું છે.

આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે પાર્ટીના હાલના ને પૂર્વ તમામ સિનિયર હોદ્દેદારો પોતાની અથવા પોતાના કોઈ સગાની બદલી કરાવવા માટે સરકારને ઈ-મેઈલકરી શકે છે. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પરાજય થતાં ભાજપના સભ્યોને આકર્ષિત કરવા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.

આ પરાજય બાદ ભાજપનાબે નેતાઓએ રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજે સામે અવાજઉઠાવ્યો હતો. વિપક્ષે સરકારના આ આદેશનો વિરોધ કર્યો હતોઅને તેને બિનવ્યવહારૃં ગણાવ્યો હતો. ટીચર એસોસિએશને પણઆ નિર્ણયને વિરોધ કર્યો હતો.

(12:46 pm IST)