Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

૫ વર્ષમાં ભાજપની તિજોરીમાં આવ્યા ૮૦,૦૦૦ કરોડ

છેલ્લા ૩ વર્ષમાં એનડીએ શાસનમાં ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો : અન્ના હઝારે

રાલેગાંવ, તા.ર૨ : સામાજિક કાર્યકર અને ગાંધીવાદીનેતા અન્ના હજારેએ મોદી સરકાર પરપ્રહાર કરતાં કહ્યું છે કે, ભારતની એનડીએસરકાર એશિયામાં સૌથી ભ્રષ્ટ સરકારનીસૂચીમાં મોખરે છે. પાંચ માસમાં ભાજપનાખજાનામાં દાન તરીકે રૂ.૮૦ હજાર કરોડઆવ્યા છે. અન્ના હજારેએ ફોર્બ્સ પત્રિકાના એક લેખનો હવાલો આપતાં કહ્યું કે વૈશ્વિક પારદર્શિકા સર્વેક્ષણમાં કહેવાયું છે કે,ભારત એશિયામાં ભ્રષ્ટ દેશોની સૂચિમાં સૌથી આગળ છે.

અન્નાએ કહ્યું કે આ દાવોફોર્બ્સના રિપોર્ટમાં કરાયો છે. તેમણે કહ્યુંકે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ચૂપ છે. જ્યારેએક નવી સરકાર આવે છે ત્યારે તેને સમય આપવો જોઈએ તેથી હું ચૂપ રહ્યો. પરંતુહવે ખુલીને બોલવાનો સમય આવી ગયોછે. હજારેએ કહ્યું કે, હું એક મજબૂત જનમાટે આંદોલન શરૂ કરવા જઈ રહ્યો છું. જેલોકપાલ અને કિસાનો માટે પણ છે.સત્તાધારી પાર્ટીના ખજાનામાં ૮૦ હજારકરોડ જમા થયા છે. આમ લોકોને સમસ્યાઓ મળી છે. દેશના ખેડૂતો પીડિત છે. બેંકોએ ખેડૂતોને લોન આપી છે પરંતુ પોષણક્ષમ ભાવ નહીં મળતાં ખેડૂતો આત્મહત્યાઓ કરે છે. અન્નાએ કહ્યું કે તેમણે વડાપ્રધાન મોદીને ૩ર પત્રો લખ્યા. પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. મજબૂતલોકપાલ માટે જંગ લડીશ. પૂર્વ યુપીએસરકારે કમજોર બનાવેલ જનલોકપાલને વર્તમાન સરકારે તેને વધુ કમજોર બનાવ્યું. અમે જેલમાં જવા તૈયાર છીએ. કેજરીવાલની પણ તેમણે ઝાટકણી કાઢીહતી. હવે કોઈ આંદોલન દ્વારા કેજરીવાલ પેદા નહીં થાય. અમે મૂડીવાદીઓની સરકાર ઈચ્છતા નથી. મોદી કે રાહુલ ગાંધીની સરકારના બદલે ખેડૂતોનું હિત જોનારની સરકાર ઈચ્છીએ છીએ.

(12:45 pm IST)