Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સરહદે વધુ એક જવાન શહીદ

શસ્ત્ર વિરામનો અંત લાવવા માંગણી

શ્રીનગર : એલઓસી પર પાકિસ્તાનના સ્નાઇપરો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં વધુ એક ભારતીય જવાન શહીદ થયો હતો. તંગધારમાં સ્નાઇપર રાઈલના હુમલામાં નીપજેલાં મોતની ઘટના કંઇ પહેલીવાર નથી બની. સીમાઓ પર શસ્ત્રવિરામ કે યુદ્ઘવિરામ પછી પાકિસ્તાની સેનાના સ્નાઇપરો દ્વારા કરવામાં આવી રહેલા આવા હુમલામાં બિનસત્ત્।ાવાર રીતે સૌથી વધુ જવાન શસ્ત્રવિરામના ૧૪ વર્ષ દરમિયાન શહીદ થયા હતા. પાકિસ્તાનને અડીને આવેલી એલઓસી પર લાગુ કરવામાં આવેલા શસ્ત્ર વિરામની વચ્ચે પાકિસ્તાનના સ્નાઇપરો દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારની બની રહેલી ઘટનાઓથી ભારતીય લશ્કરી દળ હેરાન પરેશાન થઈ ગયું છે. આવી ઘટનામાં શહીદોની સંખ્યા વધી રહી હોવાથી હવે એવી હાલત છે કે એ માટે કોઈને દોષી ઠેરવવાની સ્થિતિમાં એટલા માટે નથી કે આવું કરવાથી શસ્ત્રવિરામનું ઉલ્લંઘન કરવું પડે. આમ પણ એલઓસી પર હવે શસ્ત્રવિરામ ચાલુ રહે તેવો સંભવ જણાતો નથી. સાધનોના જણાવાયા પ્રમાણે આ રહસ્યમય ગોળીબારની ઘટનાઓ પાછળ પાકિસ્તાની સેનાના નિશાનબાજો સ્નાઇપર રાઇફલોનો ઉપયોગ કરીને ભારતીય જવાનોને નિશાન બનાવી રહ્યા છે. ફલેગ મીટિંગમાં અનેકવાર ભારત આ બાબતે વાંધો ઉઠાવતું રહ્યું છે અને પાકિસ્તાન દરેક વખતે આવી ઘટના બની રહી હોવાની બાબતે ઈનકાર કરતું રહ્યું છે.

(11:20 am IST)